BRTS routes affected by ‘Har Ghar Tiranga’ programme | પદયાત્રાના રુટમાં આવતા અમુક બંધ કરાયા તો અમુક ડાયવર્ટ કર્યા, 10 હજાર કરતાં વધુ લોકો જોડાઈ તેવી શક્યતા

Spread the love

14 મિનિટ પેહલા

  • કૉપી લિંક

આવતીકાલે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત કોર્પોરેશન દ્વારા પદયાત્રાનું આયોજન

સુરતમાં આવતીકાલે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત ઉધના GSRTC બસ સ્ટેશનથી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધીના રૂટ પર પદયાત્રા થશે. જેમાં 10 હજાર કરતાં વધુ લોકો જોડાવાના હોવાથી આ રૂટની સીટી અને BRTS સેવાને અસર થશે. આ પદયાત્રાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા સંચાલિત BRTS અને સીટી બસના ઉધના દરવાજાથી સચિન GIDC અને કામરેજ ટર્મિનલથી સચીન રેલ્વે સ્ટેશન સુધીનો રુટ યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે કેટલાક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

પદયાત્રામાં હજારો લોકો જોડાશે
ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સુરત શહેરમાં પણ પૂરજોશમાં કરવા માટે આયોજન થઈ રહ્યું છે. આવતીકાલે 14 ઓગસ્ટના રોજ સુરતમાં સવારે 9 વાગ્યાથી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાનો આ કાર્યક્રમ ઉધના GSRTC બસ સ્ટેશનથી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધીનો જાહેર કરવામાં આવ્યો છે. અંદાજિત પદયાત્રામાં 10,000 કરતાં વધુ લોકો જોડાવાના હોવાથી લોકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે પોલીસ વિભાગ દ્વારા કેટલાક સમય માટે રૂટ બંધ કરવાનો અથવા તેને ડાયવર્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સીટી અને BRTS બસના રૂટમાં ફેરફાર કરાયો
​​​​​​​
પદયાત્રાને ધ્યાનમાં રાખીને ઉધના થી દક્ષેશ્વર મહાદેવ મંદિર પરથી પસાર થતા રૂટોને કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ અથવા ડાયવર્ટ કરવા સૂચના આપવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતી પાલિકાની સીટી અને BRTSના કેટલાક રૂટ ડાયવર્ટ કરાયા છે તો કેટલાક યાત્રા સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આ જાહેરાત મુજબ ઉધના દરવાજાથી સચીન GIDC કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. અલથાણ ટર્મિનલથી અમેઝીયા એમ્યુઝમેન્ટ પાર્ક લુપ બાટલી બોય સર્કલથી પાંડેસરા પોલીસ સ્ટેશનથી પિયુષ પોઈન્ટ ડાયવર્ટ કરવામાં આવનાર હોય પાંડેસરા GIDC, તુલસીધામ,ચીકુવાડી BRTS સ્ટેશન પર કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી સેવા ઉપલબ્ધ રહેશે નહીં. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. કામરેજ ટર્મિનલથી સચીન રેલ્વે સ્ટેશન કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામરેજ થી ખરવરનગર સુધી કાર્યરત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. જહાંગીરપુરા કોમ્યુનીટી હોલથી પાંડેસરા GIDC રુટ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જહાંગીરપુરાથી ડીંડોલી વારીગૃહ સુધી કાર્યરત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત સુરત રેલ્વે સ્ટેશન ટર્મિનલથી પાંડેસરા કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાંડેસરા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ સુધી કાર્યરત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *