સાબરકાંઠા (હિંમતનગર)44 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલી વ્રજ સોસાયટીમાં મકાન માલિક બહારગામ ગયા અને બંધ મકાનમાં શનિવારે રાત્રે તસ્કરોએ તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની મળી રૂ.3.32 લાખની મત્તાની ચોરી કરી લઇ જતા રવિવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગતે એવી છે કે, હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલી વ્રજ સોસાયટીમાં મકાન નં 5માં રહેતા પંકજભાઈ સોલંકી પરિવાર સાથે શનિવારે બપોરે 1 વાગે ચાંદરણી સોસાયટીનું રેશનિંગ લેવા ગયા હતા અને ત્યાં રોકાઈ ગયા હતા.
દરમિયાન શનિવારે રાત્રી દરમિયાન તસ્કરોએ બંધ મકાનના દરવાજાના નકુચો તોડી અંદર પ્રવેશ કરીને તિજોરી તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સવા લાખ રૂપિયાની ચોરી કરી લઇ ગયા હતા. ચોરી અંગે રવિવારે સવારે 9.20 વાગે બાજુવાળાને ત્યાથી ઘરમાં ચોરી થયાનો ફોન આવ્યો હતો. જેને લઈને પંકજભાઈ સોલંકી પરિવાર સાથે પરત ઘરે આવ્યા હતા.
ત્યાર બાદ હિંમતનગર એ-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પંકજભાઈ સોલંકીની ફરિયાદ આધારે પોલીસે સોના-ચાંદીના દાગીના અને રોકડ સવા લાખ મળી રૂ.3.32 લાખની મત્તાની ચોરી થયા અંગેનો અજાણ્યા ઇસમોએ સામે ગુનો નોધી ડોગ સ્કોર્ડ FSLની મદદથી ચોરીની તપાસ શરુ કરી છે.