Both the accused who caused a serious accident on the BRTS route in Surat are under the custody of Ahmedabad Central Jail, a unique initiative of the police to set an example in the society. | સુરતમાં BRTS રુટ પર ગંભીર અકસ્માત કરનાર આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલનાં હવાલે, સમાજમાં દાખલો બેસાડવા પોલીસની અનોખી પહેલ

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Both The Accused Who Caused A Serious Accident On The BRTS Route In Surat Are Under The Custody Of Ahmedabad Central Jail, A Unique Initiative Of The Police To Set An Example In The Society.

સુરત6 કલાક પેહલા

  • કૉપી લિંક

આરોપી સાજન પટેલ

સુરત પોલીસ અકસ્માત કરનારા સામે કડક કાર્યવાહી કરી રહી છે. હાલ સુરત પોલીસે અકસ્માતના આરોપી સામે મોટી કાર્યવાહી કરી છે. થોડા દિવસો પહેલા દારૂના નાસામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેફામ કાર હંકારી પાંચ લોકોને ઈજા પહોચાડનાર આરોપી સાજન ઉર્ફે સની રાકેશ ભાઈ પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃતિ કરનાર આરોપી સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે, અકસ્માતના કેસમાં આજ સુધી ક્યારેય પોલીસે પાછા હેઠળની કાર્યવાહી કરી નથી પરંતુ, સમાજમાં દાખલો બેસે અને લોકો અકસ્માત પ્રત્યે ગંભીર બને તેને લઇ પ્રથમ વખત પાસા હેઠળ કાર્યવાહી કરી સાજનને અમદાવાદ મધ્યસ્થ જેલ મોકલી અપાયો છે.

અકસ્માત કેસમાં પહેલીવાર પાસા હેઠળ કાર્યવાહી
સુરત શહેરમાં કેટલાક યુવાનો બેફામ વાહનો હંકારતા હોય છે અને સ્ટંટ કરતા હોય છે આવા અનેક વીડિયો પણ વાઈરલ થયા છે. આ ઉપરાંત બેફામ અને ઓવર સ્પીડમાં વાહન હંકારી અકસ્માત સર્જતા હોવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે ત્યારે સુરત પોલીસ દ્વારા ઓવર સ્પીડમાં ગાડી ચલાવી અકસ્માત કરનાર સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધી સુરત પોલીસે જુદા-જુદા ગંભીર ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ સામે પાસા હેઠળની કાર્યવાહી કરી રાજ્યની જુદી-જુદી જેલમાં મોકલી આપ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ, અકસ્માત કેસમાં કોઈની પાસા હેઠળ કાર્યવાહી કરાઈ હોય તેવું ક્યારે બન્યું નથી ત્યારે પ્રથમ વખત સમાજમાં દાખલો બેસે અને લોકો અકસ્માત પ્રત્યે ગંભીર બને તે માટે અકસ્માત સર્જનાર આરોપી સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યા
અમદાવાદમાં તથ્યકાંડ સામે આવ્યાનાં એક જ અઠવાડિયામાં સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટમાં ગંભીર અકસ્માત સર્જ્યો હતો. કારચાલક સાજન પટેલે દારૂનો નશો કરીને કાર હંકારી 5 લોકોને ઉડાવ્યા હતા ત્યારે આ પ્રકારનો ગંભીર અકસ્માત સર્જનાર આરોપી સાજન ઉર્ફે સની રાકેશભાઈ પટેલ સામે પોલીસે ફરી એક વખત પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સાજન પટેલની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. અકસ્માત કેસમાં કોઈ આરોપીને પાસા થયા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

સુરત પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરી
આ ઉપરાંત સુરતમાં સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃતિઓ પણ થઇ રહી હતી. દેહવ્યાપારની પ્રવૃતિ સમાજ માટે ન્યુસનરૂપ છે, આવી પ્રવૃતિ અટકાવવા સુરત પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃતિ કરતા આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉમરા વિસ્તારમાં સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃતિ કરનાર આરોપી લાલજીભાઈ ભીમજીભાઈ હડિયા સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરી તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *