- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Both Sports Complexes Built On Sabarmati Riverfront Finally Inaugurated, Opposition Demands Release Of Inspection Reports Of All City Bridges
અમદાવાદ5 કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાબરમતીના પૂર્વ અને પશ્ચિમ બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું આજે મેયર કિરીટ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ બંને કોમ્પ્લેક્સનું સંચાલન અદાણી સ્પોર્ટ્સ કંપનીને આપવામાં આવ્યુ છે. આ ઉદ્ઘાટનમાં ધારાસભ્ય અમિતભાઈ શાહ, ધારાસભ્ય કૌશિક જૈન, પૂર્વ ભારતીય મહીલા ક્રિકેટ ટીમન પૂર્વ કેપટન મિતાલી રાજ, ડે.મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત વિવિધ પદાધિકારીઓ, ચેરમેન અને સ્થાનિક કાઉન્સિલરો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
70 જેટલા બ્રિજોનાં ઈન્સપેક્શનનો રિપોર્ટ વિપક્ષ નેતાએ માગ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે શહેરના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે માંગણી કરી છે કે, શહેરના તમામ 70 જેટલા બ્રિજોના ઇન્સ્પેક્શનનો રિપોર્ટ જાહેર કરવામાં આવે. શહેરમાં કુલ 82 જેટલા બ્રિજ આવેલા છે, જેમાં 70 બ્રિજોનું મેન્ટેનન્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે જ્યારે બહારનાં બ્રિજનું મેન્ટેનન્સ રેલવે વિભાગ દ્વારા કરાય છે. મોરબી ઝુલતા પુલની દુર્ઘટના બાદ શહેરના 82 બ્રિજમાંથી માત્ર 30 બ્રિજનું જ અત્યાર સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. બાકીના 52 જેટલા બ્રિજોનું હજી સુધી નિરીક્ષણ કરાયું નથી. બ્રિજોનું નિરીક્ષણ પણ કરાયું છતાં પણ એક પણ નો રિપોર્ટ આજ દિન સુધી જાહેર કરાવ્યો નથી ત્યારે ભાજપના સત્તાધીશોની ટર્મ પૂરી થઈ રહી છે. જેથી બ્રિજના ઇન્સ્પેક્શનના રિપોર્ટ જાહેર કરવામાં આવે હાટકેશ્વર બ્રિજમાં જે રીતે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે ભ્રષ્ટાચાર છુપાવવા માટે થઈ અને એક પણ બ્રિજના રિપોર્ટ જાહેર કરાયા ન હોવાના પણ આક્ષેપ કરાયો છે.
.