Botad Rockadia Hanuman Mandir Mahant reacts on Salangpur dispute | 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્ર નહીં હટે તો હથિયાર ઉપાડી એ લોકોનો વધ કરી નાખીશ

Spread the love

બોટાદ13 મિનિટ પેહલા

  • કૉપી લિંક

યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ફાઉન્ડેશનની ફરતે જગ્યામાં હનુમાનજી સહજાનંદ સ્વામીને બે જાડી નમસ્કાર કરતા હોય તેવી મુદ્રામાં ભીંતચિત્રમાં કંડારવામાં આવ્યા છે. જેને લઇને થયેલો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંત અને અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજે આ મુદ્દે 24 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે જો વિવાદત ભીંતચિત્ર હટાવી લેવામાં નહીં આવે તો હથિયાર ઉઠાવતા પાછા નહીં પડીએ અને આ લોકોનો વધ કરી નાખીશ.

હથિયાર સાથે મહંત પરમેશ્વર મહારાજ

હથિયાર સાથે મહંત પરમેશ્વર મહારાજ

મહંત પરમેશ્વર મહારાજ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હનુમાનજી સ્વામિનારાયણના દાસ નથી. હનુમાનજી ભગવાન રામના દાસ છે. સ્વામિનારાયણ મતલબ કોણ? સ્વામિનારાયણનો કોઇ સંપ્રદાય નથી. સ્વામિનારાયણનો કોઇ અખાડો નથી, સિદ્ઘાંત નથી, પંથ નથી. આ તો ફરજી બાબાનું ગૃપ છે. આ લોકો તો બ્લેકના રુપિયા વ્હાઇટ કરે છે. જો તેમના ભગવાન રામ કે શિવ નથી તો એ લોકો હનુમાનજીના ચરણોમાં કેમ પડ્યા છે? હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો કેમ લગાવ્યા?

વિવાદિત ભીંતચિત્ર

વિવાદિત ભીંતચિત્ર

તેમણે હાથમાં હથિયાર ઉઠાવતા કહ્યું કે, અમને લાગતું હતું કે એ લોકો સુધરી જશે અને એ લોકો સનાતની છે. પરંતુ આ લોકો સનાતની નથી, આ લોકો સનાતન ધર્મના વિરોધી છે. હનુમાનજીનું અપમાન કરનારાઓ પર અમે કેસ કરીશું. જો આગામી 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં નહીં આવે તો અમે હથિયાર ઉપાડવા પણ તૈયાર છીએ. હું બંને ભૂજા ઉઠાવીને પ્રણ કરું છું કે આ લોકો નહીં સુધરે તો સનાતન ધર્મના રક્ષણ માટે હું તેમનો વધ કરી નાખીશ.

કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશનની જગ્યામાં વિવાદિત ભીંતચિત્ર

કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશનની જગ્યામાં વિવાદિત ભીંતચિત્ર

મોરારિબાપુ- ભક્તો, સમાજે જાગ્રત થવાની જરૂર
મોરારિબાપુએ કહ્યું હતું કે કેટલીક સંસ્થાઓ પોતાની શ્રેષ્ઠતા દર્શાવવા ખબર નહીં શું કરી રહી છે. ભક્તો-સમાજે જાગ્રત થવાની જરૂર છે. સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ હનુમાનજીની એક સુંદર, મોટી મૂર્તિ છે. નીચે હનુમાનજીની મૂર્તિ અને નીચે હનુમાનજી તેમના કોઇ મહાપુરુષને પ્રણામ કરતા સેવા કરતા બતાવાયા છે. હનુમાનજીનું આ રીતનું ચિત્રાંકન એ હિનતા છે.

દેવપ્રકાશ સ્વામી- સંસ્થાની પ્રગતિ દેખાતી નથી
વડતાલ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે હનુમાનદાદા મહારાજ છે, તેઓ જ સમગ્ર વિવાદનો અંત લાવશે. 2 વર્ષમાં રાજ્યમાં કોઈ સંસ્થાએ નહીં કર્યો હોય તેટલો વિકાસ સાળંગપુરનો થયો છે. પરંતુ વિરોધીઓને સંસ્થાની પ્રગતિ દેખાતી નથી તેના માટે આ પ્રકારના વિવાદ ઊભા કરવામાં આવી રહ્યા છે. જે લોકોને પેટમાં દુખતું હોય તે લોકો કોર્ટમાં જઈ શકે છે.

મહંત પરમેશ્વર મહારાજ.

મહંત પરમેશ્વર મહારાજ.

તમારી લીટી મોટી કરવા બીજાની લીટી નાની ન કરો: હરિહરાનંદભારતીજી
હનુમાનજી મહારાજ અનંત યુગથી આરાધ્યા દેવ હતા, છે અને રહેશે. જેમણે આવાં ચિત્રો મૂક્યાં, એ નિંદાને પાત્ર છે. અમે કોઈ ધર્મની નિંદા નથી કરતા. તમામ ધર્મો સનાતન ધર્મના જ ફાંટા છે. તમે તમારી લીટી મોટી કરવા બીજાની લીટી નાની ન કરો. – હરિહરાનંદભારતીજી, મહામંડલેશ્વર, જૂના અખાડા, જૂનાગઢ

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *