- Gujarati News
- Local
- Gujarat
- Surat
- BIRTHDAY PARTY STARTED FROM MALL ENDED IN POLICE STATION In Puri, Surat, 20 Nabeeras Organized A Closed Shop Celebration With Liquor, But The Police Found Out.
સુરત31 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતના રાજમહેલ શોપિંગ મોલમાં એક જમીન દલાલની ઓફિસમાં બર્થ ડે પાર્ટીની નિમિતે મદિરાની મહેફિલ યોજાઈ હતી. જે અંગે ડીંડોલી પોલીસને જાણ થતાં મોડી રાત્રે રેડ પાડી હતી. ઓફિસમાં કેટલાક કોલેજીયન વિદ્યાર્થીઓ તો કેટલાક જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા નબીરાઓ જોવા મળ્યા હતા. સ્થળ પરથી પોલીસે દારૂની ભરેલી તેમજ ખાલી બોટલ સાથે ચવાણું જેવી વસ્તુઓ મળી આવી હતી. પોલીસે લગભગ 20 જેટલા નબીરાઓને રાત્રે જ અટકાયત કરીને મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. હાલ તો દારૂની મહેફિલ અંગે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ જાણ થતાં પા્ડયા દરોડા
કેવી રીતે પોલીસના હાથે આ નબીરાઓ લાગ્યા
મળતી માહિતી અનુસાર, ડીંડોલી પોલીસને બાતમી મળી હતી કે પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર આવેલા રાજમહેલ શોપિંગ મોલની દુકાન નંબર 1002માં જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા અનુરાગ શર્મા નામના યુવકના જન્મદિવસની ઉજવણી કરાઇ રહી છે. તેની ઉજવણીમાં મોટી સંખ્યામાં તેના મિત્રો એકઠા થયા છે. જે તમામ લોકો દુકાનમાં જન્મદિવસની ઉજવણી સાથે સાથે દારૂ પાર્ટી પણ કરી રહ્યા છે. જે માહિતીને આધારે પોલીસે ત્યાં દરોડા કર્યા હતા, ત્યારે શોપિંગ મોલની દુકાનમાં ચાલી રહેલી બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 20 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.
શોપિંગ મોલની જમીન દલાલીની ઓફિસમાં દારુ પાર્ટી
બર્થ ડે પાર્ટીમાં પકડાયેલા નબીરાઓ
જન્મદિવસની ઉજવણીમાં પકડાયેલા નબીરાઓની વાત કરીએ તો અનુરાગ ઉર્ફે બંટી શંકર શુક્લા રહેવાસી ભેસ્તાન, અનિલ શાલીગ્રામ શાહી, મૌસમ દિનેશકુમાર શાહ, વિનય રવિશંકર પાંડે, સંદીપ સિંહ ધીરેન્દ્ર પ્રતાપસિંહ રાજપૂત, ધરમ પ્રકાશ ઉમાકાંત ઉપાધ્યાય, આશિષ ભાનુપ્રસાદ તિવારી, સંદીપ મનોજકુમાર જયસ્વાલ, બંટી અશોક રાય, દ્વારકેશ રામ આશરે યાદવ, પ્રિન્સ મહેશ ગુપ્તા, સંતોષ લાલતા સિંહ, પ્રેમ રાજ કિશોર પાઠક, પરમેશ્વર સુભાષચંદ્ર સહાની, રતન સૂર્યપ્રકાશ પાંડે, સુરજ અરવિંદ પ્રજાપતિ, પ્રજેશ રાજેશ ભગત વાલા, સુરજ સિંહ રાજપુત, વિનયપ્રસાદ સચિન પ્રસાદ અને આશિષ સિંઘ રામસિંગ રાજપૂત આમ, જન્મદિવસની ઉજવણી દરમિયાન દારૂની મહેફિલ માણતા 20 જેટલા નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.
20 જેટલા નબીરાઓની પાર્ટી
તમામનું મેડિકલ ચેકઅપ કરાવ્યું
પોલીસના દરોડા દરમિયાન નબીરાઓ દારૂના નશાની હાલતમાં જ મળી આવ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કર્યા બાદ મોડી રાત્રે જ બધાને મેડિકલ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. ડીંડોલી પોલીસે દુકાનમાં તપાસ હાથ ધરી તો વિદેશી દારૂ ભરેલી ત્રણ અને ખાલી બે બોટલો સહિત ચવાણાના પેકેટ ઉપરાંત બીસ્લેરી પાણીની બોટલો કબજે કરી હતી. ઝડપાયેલા નબીરાઓ કેટલાક કોલેજ સ્ટુડન્ટ છે તો કેટલાક જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા છે. જ્યારે કેટલાક મોટા ઘરના નબીરાઓનો પણ સમાવેશ થાય છે. હાલ તમામ સામે દારૂની મહેફિલનો કેસ પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જે.ટી. સોનરા, ACP,સુરત પોલીસ
.