પાલનપુર20 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમીરગઢ તાલુકાના ભાયલા ગામમાં જંગલ વિસ્તારમાં પોલીસ અધિક્ષક અક્ષયરાજે તિરંગા યાત્રા અને સિડ બોલનું પ્લાન્ટેશન કર્યું હતું. જિલ્લા પોલીસ વડા દ્વારા આ ટેકરીનું “પોલીસ ટેકરી” તરીકે નામકરણ પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત તિરંગા યાત્રા અને સિડ બોલનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં પોલીસ પરિવારના જવાનો હાજર રહ્યા હતા. 50,000થી વધારે સિડ બોલનું પ્લાન્ટેશન કર્યું છે, 5150 સ્ક્વેર મીટરની રેન્જમાં સિડ બોલ પ્લાન્ટેશન કરવામાં આવ્યા છે. ગ્રીન અંબાજી પ્રોજેક્ટને સાકાર કરવા પોલીસ પરિવાર અને બનાસ ડેરી દ્વારા અમીરગઢ તાલુકાના ભાયલા ખાતે પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું.એસપી અક્ષય રાજે જણાવ્યુંકે ” બનાસકાંઠા પોલીસ દ્વારા અરવલ્લી રેન્જની ભાયલા ગામની ટેકરી દત્તક લેવામાં આવી છે. પોલીસ દ્વારા દેશ પ્રેમ અને પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે એક તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
.