Bhavnagar-Haridwar weekly train ticket booking from today | આજથી ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક ટ્રેનનું ટિકિટ બુકિંગ

Spread the love

ભાવનગર37 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • દર સોમવારે ભાવનગરથી રાત્રે 8.20 કલાકે ઉપડશે
  • એસી​​​​​​​ 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર જેવી સુવિધા

ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન ડી. શિયાળના પ્રયાસો અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલવે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 4 સપ્ટેમ્બરથી દર સોમવારે ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન ચાલશે. સંસદસભ્ય ડૉ. ભારતીબેન ડી. શિયાળ સોમવારે હરિદ્વાર ટ્રેનને લીલી ઝંડી આપશે.

ફક્ત ઓપનિંગ ટ્રેન માટે બુકિંગ 1 સપ્ટેમ્બરને શુક્રવારથી અને અન્ય માટે બુકિંગ 2 સપ્ટેમ્બરને શનિવારથી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ટ્રેન નં.ભાવનગર – હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 4 સપ્ટેમ્બરથી દર સોમવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 8.20 કલાકે ઉપડશે અને બુધવારે પ્રાતઃ 3.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, હરિદ્વાર – ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 6 સપ્ટેમ્બરથી દર બુધવારે પ્રાતઃ 5 કલાકે હરિદ્વારથી ઉપડશે અને ગુરુવારે બપોરે 12.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી જંક્શન, ધનેરા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડ઼ી જંકશન, જોધપુર, ડેગાના જંક્શન, છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ જંક્શન, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જંક્શન, સુનામ ઉધમ સિંહ વાલા, ધૂરી જંક્શન, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન અને રૂડ઼કી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ હશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *