સુરેન્દ્રનગર13 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગરના રતનપર પટેલ સોસાયટી સામે રહેતા આસીફભાઇ કરીમશાના પિતાએ અગાઉ રાજભાઇ પાસેથી પૈસા ઉછીના લીધા હતા. જે કટકે કટકે આપી દીધાની વાત કરી છતાં રાજાભાઇના ભત્રીજા પ્રવિણભાઇ ઉર્ફે પીસી તથા તેમના સાથે 2 શખસે આવીને આસીફભાઇને મારા રાજા કાકાના પૈસા કેમ આપતો નથી કહી પતાવી દઇશ કહી પાઇપ મારી પગમાં ફેક્ચર કર્યું હતું.
આ બનાવમાં ભરવાડ પ્રવિણભાઇ છેલાભાઇ, ગમારા રાજુભાઇ નાનુભાઇ, ડુંગરાણી સુનીલ કનુભાઇને ઝડપી પડાયા હતા. આ ત્રણેય આરોપીઓએ રેગ્યુલર જામીન મેળવવા સુરેન્દ્રનગર કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે સરકારી વકિલ આર.બી.રાઓલે દલીલ કરી કે આરોપી સામે ગંભીર ગુનાનો આક્ષેપ છે તેમનું પ્રથમથી એફઆઇઆરમાં નામ છે. નજરે જોનારના નિવેદનમાં તેઓએ ફરિયાદીને માર્યાનો ગુનો કર્યો છે. તે માથાભારે ઝનૂની સ્વભાવના હોવાથી ફરીયાદ પક્ષને ડરાવી પુરાવા સાથે ચેડા કરે તેમ હોવાથી જામીન મુક્ત ન કરવા દલીલ કરી હતી. બન્ને પક્ષોને સાંભળ્યા બાદ ત્રીજા એડિશનલ સેશન્સ જજ નરેશભાઇ જી શાહે આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી.
.