Ayurveda diagnosis, treatment camp for children will be held in Khambhalia on Saturday | ખંભાળિયામાં શનિવારે બાળકો માટે આયુર્વેદ નિદાન, સારવાર કેમ્પ યોજાશે

Spread the love

દ્વારકા ખંભાળિયા14 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ આયુષની કચેરી-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિત દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે અને ખંભાળિયાની સેવા સંસ્થા લાયન્સ કલબ દ્વારા ખંભાળિયામાં આગામી શનિવાર તારીખ 19મીના રોજ એકથી બાર વર્ષ સુધીના બાળકો માટે સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ તેમજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અહીંના જલારામ મંદિર ખાતે શનિવારે સવારે 9થી 12 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા બાળકોનું આયુર્વેદ પદ્ધતિથી નિદાન કરી, વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે. સાથે-સાથે આ કેમ્પમાં યોગ શિબિરનું પણ આયોજન કરાયું છે. ખંભાળિયાની આયુર્વેદ શાખાના યોગ નિષ્ણાત દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પ અંગેની વધુ માહિતી માટે આયુર્વેદ શાખાના અમીતભાઈ ગોહેલ (મોબાઈલ નં. 9727990899)નો સંપર્ક સાધવા તથા નિદાન કેમ્પનો લાભ લેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ અધિકારી તથા લાયન્સ ક્લબની એક યાદીમાં જણાવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *