જૂનાગઢ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
જુનાગઢ મધ્યમાં આવેલા પૌરાણિક શીતળા કુંડ ખાતે શીતળા સાતમ નિમિત્તે બહેનો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરી,માતાજીને કુલેર,શ્રીફળ, ચુંદડીની પ્રસાદી ધરાઇ હતી. ખાસ કરીને શીતળા સાતમ એટલે શ્રાવણ વધુ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે . આજના દિવસે આદ્યશક્તિ શીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ સાતમના આગલા દિવસે તિથિ અનુસાર રાંધણ છઠ મનાવવામાં આવે છે રાંધણ છઠના દિવસે બહેનો દ્વારા અલગ અલગ પ્રકારના ભોજન તૈયાર કરવામાં આવે છે અને સંધ્યા સમયે બહેનો દ્વારા સગડી ગેસના ચૂલા નું પૂજન અર્ચન કરી તેમને એક દિવસ માટે બંધ કરવામાં આવે છે અને બીજે દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે આખો દિવસ બહેનો દ્વારા શીતળા માતાજીનું વ્રત રાખવામાં આવે છે અને ટાઢો ( ઠંડો) ખોરાક ખાવામાં આવે છે.તેમજ આજના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકો સારા આરોગ્ય અને રક્ષા માટે પ્રાર્થના કરે છે.

વાજા ભાવિકા બેન એ જણાવ્યું હતું કે આજે શીતળા સાતમ છે અને અહીં શીતળા કુંડમાં શીતળા માતાના દર્શન કરવા માટે આવ્યા છીએ આજના દિવસે સ્ત્રીઓ પોતાના ઘરનો ચૂલો બંધ કરી પૂરો દિવસ ઠંડો ખોરાક ખાય છે કારણ કે પહેલાંના સમયમાં શીતળા નામનો જે રોગ થતો હતો તે રોગથી મુક્તિ આપવા અને બાળકોના સારા સ્વાસ્થ્ય માટે સ્ત્રીઓ અહીં આજના દિવસે શીતળા માતાને પોતાના બાળકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા માટે આવ્યો છે તેમજ શીતળા માતાજીને કુલરની પ્રસાદી ધરવામાં આવે છે અને સૌ બહેનો ઠંડો ખોરાક ખાઈ રાજી ખુશીથી શીતળા માતાજીનું વ્રત કરે છે.

નારણ ભાઈ ગિધાળા એ જણાવ્યું હતું કે જુનાગઢ મધ્યમાં આવેલું શીતળા કુંડ મંદિર પુરાતન કાળ નું મંદિર છે જે મંદિર અઢીસો વર્ષ જૂનું હોવાનું મનાય છે આ મંદિરમાં સ્વયંભૂ ભગવાન શંકરની મૂર્તિ સ્થાપિત છે જે મંદિરને નીલકંઠ મહાદેવ મંદિર નું નામ આપવામાં આવ્યું છે. આ મંદિરમાં માનવામાં આવે છે કે સ્વયંભૂ શીતળા માતાજી પ્રગટ થયા હતા. ત્યારે આજે શ્રાવણ મહિનાની શીતળા સાતમના દિવસે દરેક બહેનો પોતાની મનોકામના પૂરી કરવા માટે માનતા માને છે અને શીતળા કુંડે નાળિયેર શ્રીફળ ચૂંદડી લઈ પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે.

આજના શીતળા સાતમના દિવસે હજારો ભાવિકો આ શીતળા કોઢના દર્શન આવે છે. આ મંદિરનું સંચાલન 35 થી વધુ સભ્યો કરે છે. તેમજ અહીં આવેલ નીલકંઠ મહાદેવને શ્રાવણ મહિનાના દર સોમવારે અલગ અલગ પ્રકારના શૃંગાર કરવામાં આવે છે.




