વલસાડ20 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ધાસિયા મેદાન તરીકે વિસ્તાર ઓળખતો હતો. જેમાં ખેત મજૂરોને જમીનનો હક્ક અપાવવા શરૂ થયેલી લડત બાદ સરકારે 14 હજાર ખેડૂતોને 14 હજાર એકર જમીન અપાવીને ખેત મજૂરોને ખેડૂત બનાવી સન્માન ખેડ સત્યાગ્રહ થકી ખેડૂતોને મળ્યું હતું. ખેડૂતો માટે ખેડે તેની જમીન એવા સૂત્રો સાથે 14 વર્ષ ચાલેલા આંદોલનના ભાગરૂપે 1953 માં પ્રજામાં ક્રાંતિની શરૂઆત થઈ હતી.જેની યાદગીરી રૂપે વર્ષોથી 1 સપ્ટેમ્બરને કિસાન મુક્તિ દિન તરીકે ઉજવાય છે. ત્યારે ભાજપ દ્વારા પણ ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન પારડી તાલુકાના રોહીણા ગામ ખાતે કરાયું હતું. છેલ્લા થોડા વર્ષોથી જિલ્લા ભાજપ દ્વારા ખેડ સત્યાગ્રહની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમ અંગે રાજકીય રૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જે ચર્ચા ઉપર કપરાડાના ધારાસભ્યએ ખેડ સત્યાગ્રહ સ્મૃતિ કાર્યક્રમ જ હતો જાહેર કરીને ઉઠેલી ચર્ચાઓ ઉપર પૂર્ણ વિરામ મુકવામાં આવ્યું હતું.

છેલ્લા થોડા વર્ષોથી ખેડ સત્યાગ્રહ કિસાન રેલીને રાજકીય બની રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કિસાન રેલી યોજી શક્તિ પ્રદર્શનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વર્ષે 1લી સપ્ટેમ્બરના રોજ વલસાડ જિલ્લાના પારડી ખાતે ભાજપ અને પારડી કિસાન પંચાયત દ્વારા ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન રેલી (સભા)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના સાંસદ, ગુજરાત સરકારના માજી મંત્રી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા છેલ્લા થોડા વર્ષોથી કિસાન રેલી રાજકીય પાર્ટીઓ માટે પ્રચારનું સ્થાન બની રહી છે. કિસાન રેલી મારફતે જિલ્લાના ખેડૂતોના હાલના પ્રશ્નો ઉકેલવા માટે અનેં ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે ભાજપ દ્વારા આ રેલી અને સભાનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં કિસાનો આ રેલીમાં પણ હાજર રહ્યા હતા. જોકે કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી એ આ રેલી રાજકીય નહીં એવું સ્પષ્ટ કર્યું હતું. આ રેલી ફક્ત ખેડ સત્યાગ્રહના સ્મરણાર્થે રાખવામાં આવી હોવાનું જણાવી સમગ્ર વિવાદનો ખુલાસો કર્યો હતો.

