At Mankuwa Police Station, primary school students were informed about the operation under the Security Setu Society | માનકુવા પોલીસ મથકમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ કામગીરીથી અવગત કરાયા

Spread the love

કચ્છ (ભુજ )21 મિનિટ પેહલા

  • કૉપી લિંક

જી.એમ.ડી.સી.પ્રાથમિક શાળાના વિધાથીઓને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ટ્રાફીકની કામગીરી તથા સાયબર ક્રાઇમ તેમજ પોલીસ સ્ટેશનથી માહિતગાર કરવા અંતર્ગત માનકુવા પોલીસ દ્વારા પોલીસ મથકની મુલાકાત કરાવી કામગીરીથી અવગત કરવામાં આવ્યા હતા. આ વેળાએ શાળાના છાત્રોએ શિક્ષકગણ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રાથમિક શાળાના વિધાર્થીઓને ટ્રાફીકની કામગીરી, સાયબર ક્રાઇમ તેમજ પોલીસ સ્ટેશનથી માહિતગાર કરી પોલીસ તથા પ્રજા વચ્ચે આત્મીયતા વધે તેમજ આવનારી પેઢી પોલીસ કાર્યવાહીથી વાકેફ થાય તેમજ બાળ માનસપટ માંથી પોલીસ તથા પોલીસ સ્ટેશનનો ડર દુર થાય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર ડી.આર.ચૌધરીના સુચના તથા માર્ગદર્શન હેઠળ માનકુવા પો.સ્ટે.ના.કર્મચારીઓ દ્વારા આજરોજ માનકુવા ગામની જી.એમ.ડી.સી.પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8 સુધીના કુલ્લ 101 વિધાર્થી તેમજ 6 શિશકોને માનકુવા પો.સ્ટેની વિઝિટ દરમ્યાન ક્રાઇમ રાઈટર રાઇટર હેડ, ઇગુજકોપ, બારનીશી, પી.એસ.ઓ, વી.એચ.એફ, ટ્રાફીક એમ.ઓ.બી. તેમજ પોલીસ ગણવેશ અને પોલસ હોદ્દાઓથી માહીતગાર કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનના તમામ હથીયારોની સમજ કરવામાં આવી હતી તેમજ ટ્રાફીકની તથા નશાકારક બદી દુર કરવાની સાથે સી-ટીમ દ્વારા શાળાની વિધાથીઓને ગુડ ટચ બેડ ટચથી માહીતગાર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *