18 મિનિટ પેહલા
- કૉપી લિંક
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન નલિન ડી. પટેલ, એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન જીતેન્દ્ર બી ગોળવાલા તથા એડમિનિસ્ટ્રેટીવ કમિટીના સભ્યો અનિલ સી. કેલ્લા, કિશોરકુમાર આર,ત્રિવેદી, તથા રમેશચંદ્ર જી.શાહ સહિતનાઓની હાજરીમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફર ફંડ એક્ટ હેઠળ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા ધારાશાસ્ત્રીઓ પૈકી જે ધારાશાસ્ત્રીઓની ગુજરાન એડવોકેટ વેલ્ફેર દંડના સભ્ય બનેલા છે. અને નિયમિત રીન્યુ કી ભરેલી છે. તેમજ વેરિફિકેશન અને પાલન કરે છે, તેવા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને તા.1/8/2023થી રૂપિયા ચાર લાખ મૃત્યુસહાય ચૂક્વવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલ સાગર એક લાખ દસ હજાર પૈકી આશરે 51 હજાર જેટલા ધારાશાસ્ત્રીઓની ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બનેલા છે. અને તેના ધારાશાસ્ત્રીઓના વારસદારો મૃત્યુસહાય મેળવવા હકદાર ગણવામાં આવે છે.
અત્યારસુધી 300 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને સહાયબાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજરાજ મૃત્યુસહાય ચૂકવવા માટેની કમિટી એટલે કે એડમિનિસ્ટ્રેટીવ કમિટી દ્વારા છેલ્લા સાત માસમાં ગુજરી ગયેલા 223 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોની અરજીઓ હાથ પર પર લેવામાં આવેલી. જે પૈકી બાર કાઉન્સિલ અને ગુજરાતના ગુજરાત એડવોકેટ ફંડના નિયમિત સભ્ય હતા અને નિયમિત રીન્યુઅલ ફી યુકવનાર અને પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરિફિકેશનનું ફોર્મ ભરનાર 223 જેટલા ધારાશાસ્ત્રીઓની વારસદારની મૃત્યુ સહાયની અરજીઓ મંજૂર કરવામાં આવેલ, તેમજ 50 જેટલા ધારાશાસ્ત્રીઓએ સમયસર રીન્યુ કરી ન ચૂકવતા તેમજ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરિફિકેશનનું ફોર્મ ન ભરનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોની મૃત્યુસહાયની અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવેલ. આમ, બાર કાઉન્સિલ ગુજરાતના ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના 223 જેટલા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીના વારસદારોને રૂપિયા સાડા ચાર કરોડ જેટલી મૃત્યુ સહાય ચુકવવાનો નિર્ણય કરેલ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલ આશરે 300 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને અત્યાર સુધીમાં 80 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવેલ છે.
રીન્યુઅલ ફી ન ભરનારની રહેમરાહે વિચારણાબાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એડમિનિસ્ટ્રેટીવ કમિટી દ્વારા ગુજરાતના રોલ પર નોંધાયેલ તમામ ધારશાસ્ત્રીઓને તાકીદ કરવામાં આવે છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી મૃત્યુસહાયનો લાભ લેવો હોય તો ફરજિયાતપણે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બની જવું અને જે પણ વેલ્ફેર ફંડના સભ્ય બનેલ છે. તેઓએ નિયમિતપણે વાર્ષિક રીન્યુઅલ ફીરૂ.1500 ભરી દેવી. જ પણ વેલ્ફેર ફંડના સભ્યો રીન્યુઅલ ફી ભરશે નહીં તો તેવા ધારાશાસ્ત્રીના વારસદારોને વેલ્ફેર ફંડના હકથી તેમજ મૃત્યુ સહાયના હકથી તેમજ માંદગીસહાચના હકથી વંચિત રહી શકે છે. તેમજ વેરિફિકેશન ફી પણ ભરી દેવા તાકીદ કરવામાં આવે છે. વધુમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રીન્યુઅલ ફી ન ભરનાર મૃત્યુ પામનાર 50થી વધુ ધારાશાસ્ત્રીઓના વારસદારોની અરજી પર રહેમરાહે વિચારણા કરવામાં આવેલ અને કુલે રૂપિયા ૩૫ લાખ જેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ.
.