મહેસાણા39 મિનિટ પેહલા
- કૉપી લિંક
- વર્કઓર્ડર આપ્યાના ત્રણ મહિના પછી દ્રષ્ટી ફાઉન્ડેશને નગરપાલિકાને જાણ કરી
મહેસાણા શહેરમાં ગાંધીનગર લીંક રોડથી આરટીઓ સુધી નવ કિલોમીટર અંતરમાં પસાર થતી ખારી નદીમાંથી કચરો ઉલેચી સફાઇ કરવા છેલ્લા ત્રણેક વર્ષથી દ્રષ્ટી ફાઉન્ડેશને નગરપાલિકા પાસે તૈયારી દર્શાવી હતી. નગરપાલિકાએ પણ મોડે મોડે ગત એપ્રિલમાં નદીની સફાઇ અને બાયો ડાયવર્સિટી પાર્કના કામનો વર્કઓર્ડર આ એનજીઓને આપ્યો હતો. જોકે, પાલિકાએ એનજીઓએ માગેલી જગ્યા વન વિભાગને આપી દેતાં આ એનજીઓએ બાયો ડાયવર્સિટી પાર્ક અને ખારી નદીની સફાઇ બંને સાથે સંકળાયેલ હોઇ ખારી નદીની સફાઇ મામલે અસંમતી દર્શાવતો પત્ર પાલિકાને કર્યો છે.
આથી ખારી નદી પર રિવરફ્રન્ટનો વિચાર કરતી પાલિકા માટે ખારી નદીની સફાઇનું કામ હાલ તો લટકી ગયું છે. મહેસાણા પરા વાવની સફાઇ કામગીરી કરનાર સ્વૈચ્છિક સંસ્થા દ્રષ્ટી ફાઉન્ડેશન દ્વારા સ્વખર્ચે ખારી નદીની સફાઇ કરવા તેમજ શોભાસણ રોડ …અનુસંધાન પાન-2
બાયોડાયવર્સિટી પાર્ક માટે જગ્યા મળતી નથી : સંસ્થા
દ્રષ્ટી ફાઉન્ડેશનના દિનેશભાઇએ કહ્યું કે, વર્ષ 2020થી ખારી નદીની સફાઇ અને બાયોડાયવર્સિટી પાર્ક સ્વખર્ચે બનાવવા દરખાસ્ત કરી હતી. વર્ષ 2023માં વર્કઓર્ડર આપ્યો. પરંતુ, બાયોડાયવર્સિટી પાર્ક ડેવલપ કરવો મુખ્ય છે અને તેની સાથે નદીની સફાઇ સંકળાયેલી છે. પાર્ક માટે અનુકૂળ જગ્યા હતી તે પાલિકાએ વન વિભાગને વૃક્ષારોપણ માટે આપી દીધી છે. એટલે હવે નદીની સફાઇનું કામ હાલ કરવા અસંમતી દર્શાવી છે.
હજુ 4 હેક્ટર જગ્યા બાયોડાયવર્સિટી પાર્ક માટે ઉપલબ્ધ છે
નગરપાલિકા બાંધકામ ઇજનેર જતીન પટેલે કહ્યું કે, શોભાસણ ડમ્પિંગ સાઇડ પાંચ ખેતર પૈકીની 4 હેક્ટર જગ્યા હજુ પડી છે અને ત્યાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવી શકે છે. વન વિભાગને એક જ ભાગ આપ્યો છે. પૂરતી જાણકારી વિના અસંમતી દર્શાવેલી હોઇ એનજીઓ સાથે આ બાબતે પરામર્શ કરાશે.
.