સુરત26 મિનિટ પેહલા
- કૉપી લિંક
- દુકાન ખુલતાં જ લૂંટારૂઓ ત્રાટક્યા, દુકાનદારે બુમાબુમ કરતાં ટોળા ભેગા થતાં લૂંટારૂ ભાગ્યા
- જ્વેલર્સમાં જ જોબવર્ક કરનારા યુવકે લૂંટની ટીપ આપીને પ્લાન બનાવ્યો હતો
કતારગામમાં આવેલી વૈષ્ણોદેવી જ્વેલર્સમાં સવારના 9 વાગ્યાના ટકોરે દુકાનદાર દુકાન ખોલે ત્યાં જ દુકાનમાં ઘુસેલા ચાર ઇસમોએ લાઇટરવાળી ગન તેમજ ચપ્પુની અણીએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. દુકાનદારે બુમાબુમ કરતા આઝુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને લૂંટારુઓએ ભાગવું પડ્યું હતુ.
દોડાદોડીમાં દુકાનદારે એક યુવકને પકડી પાડ્યો અને પોલીસની બોલાવી ત્યારે ખબર પડી કે, આ લૂંટની ટીપ આપનાર પોતાનો જ નીકળ્યો હતો. થોડા વર્ષો પહેલા દુકાનમાં કામ કરી ગયેલા યુવકે લૂંટનો પ્લાન બનાવ્યો હોય તેને વોન્ટેડ જાહેર કરીને લૂંટ કરવા આવેલા ત્રણને પકડી લેવાયા હતા.
મગન નગર વિભાગ-02ના ક્રિષ્ના કોમ્પલેક્ષમાં વૈષ્ણોદેવી જ્વેલર્સ નામથી વેપાર કરતા મુનીકેશભાઈ ધ્રુવનારાયણભાઈ ગુપ્તા (રહે, સહજાનંદ સોસાયટી, હરીદર્શન ખાડાની પાછળ, સિંગણપોર)એ બુધવારે સવારે 9 વાગ્યે જ્વેલર્સ શરૂ કરી ત્યારે જ ગ્રાહકના સ્વાંગમાં ચાર યુવકો પ્રવેશ્યા હતા. ચારેય પૈકી એકએ ગન જેવું હથિયાર કાઢ્યું અને મુકેશ ગુપ્તા સામે ધરી તેમને ધમકાવી ડરાવ્યા, બીજા યુવકે છરો કાઢ્યો અને હાજર સ્ટાફને બાનમાં લઇ લૂંટના ધમકાવવા લાગ્યા હતા.
સ્ટાફે બુમાબુમ કરતા ત્યાં સ્થાનિક લોકોનું ટોળુ ભેગુ થયુ હતુ. લોકોની ભીડ વચ્ચે ચારેય લૂંટારુઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી એક યુવક નામે તૌફીક નાસીરભાઇ મકવાણા (રહે. મહિડા નગર, લસકાણા, કામરેજ)ને પકડી લેવાયો હતો. આ સાથે પોલીસને જાણ કરી દેવાતા પોલીસ પણ આવી હતી.
તૌફિકની પૂછપરછમાં બીજા નામ ખુલ્યાં
તૌફિકની પુછપરછમાં પ્રતિક ભુવા,અશોક ધાકડા ઉપરાંત અજય નામના યુવકનું નામ બહાર આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પ્રતિક ભુવા કતારગામમાં જ જેરામ મોરારની વાડીમાં હીરા બ્લીચિંગનું કામ કરે છે. તૌફિક તેને ત્યાં નોકરી કરે છે. બીજી તરફ પ્રતિક મુનિકેશભાઇને ત્યાંથી જોબવર્કનું કામ કરતો હોવાથી તેને બધી જ માલ-સામાનની ખબર હોવાથી તેને લૂંટનું પ્લાનીંગ બનાવ્યું હતું. તૌફિકની ધરપકડ બાદ પોલીસે અજય અને અશોક નામના યુવકને પણ પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
.