As part of Nutrition Month, health camps were held at 31 Anganwadi Centers in Rajkot, nutritional level of more than 400 children was checked. | પોષણ માસ અંતર્ગત રાજકોટમાં 31 આંગણવાડી કેન્દ્રો ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો, 400થી વધુ બાળકોનાં પોષણ સ્તરની ચકાસણી કરી

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • As Part Of Nutrition Month, Health Camps Were Held At 31 Anganwadi Centers In Rajkot, Nutritional Level Of More Than 400 Children Was Checked.

રાજકોટએક કલાક પેહલા

  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા કુપોષણ બાળકમાંથી “સુપોષણ યુક્ત બાળક”ની સિદ્ધિઓ હાંસલ કરવા વિવિધ યોજનાઓ અને લાભો આંગણવાડીના માધ્યમથી પહોંચાડવામાં આવે છે. વર્ષનો સપ્ટેમ્બર માસ એટલે પોષણ માસ. પોષણ માસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં 3ની કુલ 31 આંગણવાડી કેન્દ્રો ખાતે ઓમ નમ: સેવા ફાઉન્ડેશન અને આઈ.સી.ડી.એસ. વિભાગના સયુંકત ઉપક્રમે આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ. જેમાં આંગણવાડી કેન્દ્રોના 62 અતિ કુપોષિત બાળકો અને 400 થી વધુ સામાન્ય વજન અને મધ્ય કુપોષિત વજન ધરાવતા બાળકોના પોષણ સ્તરની ચકાસણી કરવામાં આવેલ હતી. આ સમગ્ર તપાસ આરોગ્ય વિભાગની RBSK ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. બાળકોની આરોગ્ય ચકાસણી કર્યા બાદ ઓમ નમ: સેવા ફાઉન્ડેશન દ્વારા બાળકોને પ્રોટીન પાઉડર અને પોષણ આહાર આપવામાં આવેલ હતો તેમજ પ્રોટિન ડ્રિન્ક ફ્રુટ આપવામાં આવેલ હતુ.

ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.7 માં હાથીખાના મેઈન રોડ પર ગોલ્ડ શોક બિલ્ડીંગની બાજુમાં શ્રી કરીમપુરા મેમણ જમાતખાના ટ્રસ્ટ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરનું વાણીજ્ય હેતુનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતાં મનાઈ હુકમ ઇસ્યુ કરવામાં આવેલ, તેમ છતાં બાંધકામ દુર કરવામાં ન આવતાં કલમ-260(2) હેઠળ બાંધકામ તોડી પાડવા હુકમ કરવામાં આવેલ. આમ છતાં સ્લેબ ભરી કામ ચાલુ કરતાં, આજ રોજ ડિમોલિશન કરી બાંધકામ દુર કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાની ત્રણેય ઝોન કચેરીનો તમામ ટેકનીકલ સ્ટાફ, રોશની શાખા, જગ્યા-રોકાણ શાખા, ફાયર બ્રિગેડ શાખાનો સ્ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ હતો.

દેશ-વિદેશનાં અનેક મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી
​​​​​​​
ઓગસ્ટ 2023માં 5736 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે, જેમાં વિવિધ 23 સ્કૂલના 2284 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઓક્ટોબર 2018માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ 2,73,340 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. 15 ઓગસ્ટ 2023નાં રોજ સ્વાતંત્ર્ય દિન નિમીતે નાગરિકો માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો હતો. જેનો 1170 નાગરિકોએ લાભ લીધો હતો.

એક પણ રુપિયાનાં ખર્ચ વગર બાળકનું ઓપરેશન કર્યું
​​​​​​​
રાજકોટ મહાનગરપાલિકાના આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત નિયમિત શાળા આરોગ્ય તપાસણી કરવામાં આવતી રહે છે. શાળા આરોગ્ય તપાસણી દરમ્યાન બે બાળકને શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા વધારે જોવા મળતા વધુ તપાસ અને સારવાર માટે ડોક્ટર્સ દ્વારા યુ.એન.મેહતા અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ હતા. તપાસ દરમ્યાન હૃદયમાં કાણું(VSD) જણાયું હતું જેથી ગુજરાત સરકાર તથા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એક પણ રૂપિયાના ખર્ચ વગર બંને બાળકના ઓપરેશન કરવામાં આવતા હાલ બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે. આ સારવાર માટે અંદાજે ખર્ચ 2થી 2.50લાખ રૂપિયાનો થાય છે, જે ગુજરાત સરકાર તથા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિનામુલ્યે સારવાર કરવામાં આવેલ છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *