Arvind Kejriwal got caught asking Gujarat University for details of PM Modi’s degree, Today in High Court, Metro on August 31 and Sessions Court on September 16 | ગુજરાત યુનિ. પાસે ડિગ્રીની વિગત માગી ફસાયા, આજે હાઈકોર્ટમાં, 31 ઓગસ્ટે મેટ્રો તો 16 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં સુનાવણી

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Arvind Kejriwal Got Caught Asking Gujarat University For Details Of PM Modi’s Degree, Today In High Court, Metro On August 31 And Sessions Court On September 16

અમદાવાદએક કલાક પેહલા

  • કૉપી લિંક

અરવિંદ કેજરીવાલ PM મોદીના ડિગ્રી વિવાદમાં જબરદસ્ત ભેખડે ભરાયા છે. એક કોર્ટમાં જવાબ આપે છે તો બીજી કોર્ટ સવાલ કરે છે. ત્યાં જવાબ આપે છે તો ત્રીજી કોર્ટ હાજર રહેવા સમન્સ પાઠવે છે. મેટ્રો કોર્ટથી શરૂ થયેલો આ વિવાદ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીને હવે પાછો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. 29 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ચાલતી કાર્યવાહી સામે સ્ટે આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે. ત્યારે આવો જોઇએ કે શું છે સમગ્ર વિવાદ અને અરવિંદ કેજરીવાલનું આ કેસમાં ક્યાં કાચુ કપાઇ ગયું?

હાઈકોર્ટે 31 માર્ચે ચુકાદો આપી પૂર્ણ વિરામ મૂક્યું હતું
અરવિંદ કેજરીવાલે PM નરેન્દ્ર મોદીની ડિગ્રી માગી હતી. જે મુદ્દે સેન્ટ્રલ માહિતી કમિશનરે ગુજરાત યુનિવર્સિટીને અરવિંદ કેજરીવાલને ડિગ્રીની કોપી આપવા જણાવ્યું હતું. જે આદેશની સામે યુનિવર્સિટી 2016માં ગુજરાત હાઇકોર્ટ ગઈ હતી. ગુજરાત હાઈકોર્ટે PM નરેન્દ્ર મોદીની ડિગ્રીના મુદ્દાના કેસ પર 31 માર્ચ, 2023ના રોજ ચુકાદો આપતા પૂર્ણ વિરામ મૂક્યું હતું અને અરવિંદ કેજરીવાલને ડિગ્રી ન બતાવવા જણાવ્યું હતું. ત્યારબાદ પણ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 01 એપ્રિલના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને PMની ડિગ્રી પર અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હતા. તે બાબત ટ્વીટર હેન્ડલ પર પણ મુકવામાં આવી હતી. બીજા દિવસે 02 એપ્રિલના રોજ સંજયસિંઘે પણ PMની ડિગ્રીને લઈને પ્રેસ કરી હતી તેમજ ટ્વીટર હેન્ડલ પર વિગતો મૂકી હતી. આ પ્રેસ અને ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરાયો હતો.

મેટ્રો કોર્ટમાં કેજરીવાલ અને સંજયસિંઘ સામે બદનક્ષીની ફરિયાદ
યુનિવર્સિટી વતી કુલસચિવ ડૉ.પિયુષ પટેલે મેટ્રો કોર્ટમાં IPC 500 અંતર્ગત બંને સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ કેજરીવાલ અને સંજયસિંઘની પ્રેસના વીડિયો, ટ્વીટના પુરાવા કોર્ટ સમક્ષ મુક્યા હતા. જેમાં ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવા શબ્દો ઇરાદાપૂર્વક બોલાયાનો આક્ષેપ કરાયો છે. ફરિયાદીએ એમ પણ જણાવ્યું હતું કે PMની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર પ્રસિદ્ધ છે. કેજરીવાલ રાજ્યસેવક હોવા છતાં વ્યક્તિગત ટિપ્પણી કરે છે. આ ટિપ્પણીથી ગુજરાત યુનિવર્સિટી ખોટી અને બોગસ ડિગ્રી આપે છે, તે ફ્રોડ એક્ટિવિટી કરે છે. તેવી છાપ લોકોમાં પડે છે.

PM મોદીના ડિગ્રી વિવાદમાં અત્યાર સુધી શું થયું?

  • 15 એપ્રિલ, 2023: ગુજરાત યુનિવર્સિટીએ મેટ્રો કોર્ટમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘ સામે બદનક્ષીનો દાવો દાખલ કર્યો
  • 23 મેં, 2023: મેટ્રો કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘ વિરુદ્ધ 7 જૂને કોર્ટમાં ઉપસ્થિત રહેવાના સમન્સ કાઢ્યા
  • 7 જૂન, 2023: બંને આરોપી કોર્ટમાં હાજર ન રહ્યાં, અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી અને સંજયસિંઘ સાંસદ હોવાથી વ્યસ્ત રહે છે, તેમજ જરૂર ન હોય તો ટ્રાયલ દરમિયાન બંનેને ઉપસ્થિતિમાંથી મુક્તિ આપવા આરોપીના વકીલની માંગ, કોર્ટે ફરી સમન્સ ઇસ્યુ કરીને 13 જુલાઈએ ઉપસ્થિત રહેવા જણાવ્યું
  • 13 જુલાઈ, 2023: દિલ્હીમાં પૂરની પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી અને સાંસદ તરીકે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘ મિટિંગમાં વ્યસ્ત હોવાથી મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત ના રહી શક્યા હોવાની આરોપીના વકીલની રજૂઆત, યુનિવર્સિટીના વકીલે પણ દલીલ ગ્રાહ્ય રાખી
  • 24 જુલાઈ, 2023: સેશન્સ કોર્ટમાં મેટ્રો કોર્ટના સમન્સ વિરુદ્ધ બંને આરોપી દ્વારા અપીલ, 90 દિવસ રાહત આપવાની માગ અને મેટ્રો કોર્ટની કાર્યવાહી પર સ્ટેની માગ
  • 25 જુલાઈ, 2023: સેશન્સ કોર્ટ દ્વારા નોટિસ મળતા વકીલ રોકવા 20 દિવસ માંગ્યા જેનો આરોપીના વકીલે વિરોધ કર્યો
  • 26 જુલાઈ, 2023: બંને આરોપી મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત ના રહ્યા, આરોપીઓના વકીલે કોર્ટ ઉપસ્થિતિમાંથી મુક્તિ માંગી, સેશન્સ કોર્ટમાં કેસ ચાલુ હોવાનું જણાવ્યું, મેટ્રો કોર્ટે બંનેના વકીલ પાસેથી 11 ઓગસ્ટે કોર્ટમાં ઉપસ્થિત થવા બાંહેધરી લીધી, યુનિવર્સિટીના વકીલે સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને કોઈ રાહત ન મળી હોવાનું જણાવ્યું, તેમજ બંને આરોપી એક યા બીજા બહાને કોર્ટમાં ઉપસ્થિત ન થતા હોવાથી જો 11 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં બંને આરોપી ઉપસ્થિત ના રહે તો જામીનપાત્ર વોરન્ટ કાઢવા માગ કરી
  • 5 ઓગસ્ટ, 2023: યુનિવર્સિટીના વકીલ ન હોવાથી સરકારી વકીલે આરોપીના વકીલ સામે દલીલો કરી હતી, જેથી સેશન્સ કોર્ટે બંને આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યો, બાંહેધરી આપીને મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત ના રહેવું તે અયોગ્ય હોવાનું જણાવ્યું, વધુ સુનવણી 21 ઓગસ્ટે રાખી
  • ​​​​​​​8 ઓગસ્ટ, 2023: સેશન્સ કોર્ટે રાહત ન આપતા બંને આરોપી 8 ઓગસ્ટે હાઇકોર્ટમાં ગયા
  • ​​​​​​​9 ઓગસ્ટ, 2023: હાઇકોર્ટમાં કેસ રજીસ્ટર્ડ થયો
  • ​​​​​​​11 ઓગસ્ટ, 2023: જજ સમીર દવેએ બંને આરોપીને અરજન્ટ રાહત ન આપી, બાંહેધરી આપ્યા બાદ કોર્ટમાં ઉપસ્થિત ના રહેવું તે યોગ્ય નહીં હોવાનું જણાવ્યું, વધુ સુનવણી 29 ઓગસ્ટે રાખી
  • ​​​​​​​11 ઓગસ્ટ, 2023: હાઇકોર્ટે બંને આરોપીને રાહત ન આપતા આરોપીના વકીલ પાસેથી મેટ્રો કોર્ટે આરોપીની અનુપસ્થિતિમાં કાર્યવાહી આગળ ચલાવવા બાંહેધરી લીધી, આગામી સુનવણી હાઇકોર્ટની સુનવણી બાદ 31 ઓગસ્ટે નક્કી કરાઈ
  • 21 ઓગસ્ટ, 2023: સેશન્સ કોર્ટનો અરજન્ટ હિયરિંગ મુદ્દે ઇનકાર, હાઇકોર્ટની 29 ઓગસ્ટની સુનવણી પહેલા સુનવણી રાખવા આરોપીના વકીલ દ્વારા અરજી
  • 22 ઓગસ્ટ, 2023: 21 ઓગસ્ટની અરજી રિજેક્ટ કરતી સેશન્સ કોર્ટ
  • 23 ઓગસ્ટ, 2023: બંને આરોપી સુપ્રીમ કોર્ટ ગયા, સુનવણી 25 ઓગસ્ટે નક્કી થઇ
  • 25 ઓગસ્ટ, 2023: સુપ્રીમ કોર્ટે બંને આરોપીની અરજી ફગાવી, હાઇકોર્ટને નિર્ણય લેવા કહ્યું​​​​​​​

31 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં અને 16 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં વધુ સુનવણી થશે
અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘના વકીલ ઓમ કોટવાલ છે. જયારે ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમીત નાયર છે. 29 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ચાલતી કાર્યવાહી સામે સ્ટે આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે, તો 31 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં અને 16 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં વધુ સુનવણી થશે. ઉપરાંત અરવિંદ કેજરીવાલે હાઇકોર્ટના 31 માર્ચના ચુકાદા મુદ્દે રિવ્યુ પિટિશન દાખલ કરી છે. જેમાં જણાવાયું છે કે PM મોદીની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર નથી. જેની 18 સપ્ટેમ્બરની મુદત પડી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *