અમરેલી26 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમરેલી જિલ્લામાં દરિયા કાંઠે આવેલ પીપાવાવ પોર્ટ એપીએમ ટર્મિનલ્સ (GPPL-ગુજરાત પીપાવાવ પોર્ટ) પર આ મહિનાના પ્રારંભમાં એમટી જેગ વિરાટ પ્રથમ વાર લાંગર્યું હતુ આ સાથે પોર્ટે વેરી લાર્જ ગેસ કેરિયર (VLGC) કામગીરી શરૂ કરીને મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપનીની માલિકીનું એમટી જેગ વિરાટ VLGC જહાજ છે, જે 23 મીટર લંબાઈ 37 મીટર બીમ 8.2 મીટર એરાઇવલ ડ્રાફ્ટ અને 47,260 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે. આ VLGC જહાજ એમટી જેગ વિરાટે રૂવૈસાસ ADNOC રિફાઇનરી જેટ્ટીથી કાર્ગો લોડ કર્યો હતો અને પીપાવાવ પોર્ટમાં 21,907 મેટ્રિક ટન પાર્સલ ડિસ્ચાર્જ કર્યું છે આ માલ ત્રણ જાહેર એકમો- ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને સપ્લાય કરવા માટે હતો ભારતમાં અગાઉ એલપીજીની આયાત માટે મિડીયમ ગેસ કેરિયર શિપ્સનો ઉપયોગ થતો હતો પણ હવે વેરી લાર્જ ગેસ કેરિયર (VLGC) જહાજોનો ઉપયોગ થાય છે ત્યારે એપીએમ ટર્મિનિલ્સ પીપાવાવ પોર્ટમા VLGC હેન્ડલિંગ ક્ષમતા ખૂબ મહત્વની બની જાય છે જેમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)તેમની એલપીજી આયાત કાર્યક્ષમ અને સલામત રીતે કરી શકે છે.
જહાજ લાંગરવા મુદ્દે એપીએમ ટર્મનિલ્સ પીપાવાવ પોર્ટના MD ગિરિશ અગરવાલે જણાવ્યું હતું કે, “એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ પોર્ટ ખાતે પ્રથમ VLGC જહાજને આવકારતા અમે ગર્વ અનુભવીએ છીએ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને કારણે ઘરગથ્થુ ઇંધણ તરીકે એલપીજીનો ઉપયોગ વધી રહ્યો હોવાથી એલપીજીની માંગ વધી રહી છે. આ પગલું અમારા માનવતા ગ્રાહકોને વિશ્વકક્ષાનું માળખુ આ સેવાઓ પૂરી પાડવાની અમારી અતૂટ પ્રતિબધ્ધતા વ્યક્ત કરે છે. VLGC લાંગરી શકે તેવી સુવિધા શરૂ થવાથી અમને કદના લાભ મેળવવા માટે મોટી પાર્સલ સાઇઝ સાથેના મોટા જહાજો લાવવામાં મદદરૂપ સાબિત થશે. આ ઉપરાંત અમારા DFC પાલન કરતાં એલપીજી રેક પર્યાવરણ માટે સાનુકુળ ટ્રેન કનેક્ટિવિટી દ્વારા દેશનાં અંતરિયાળ વિસ્તારોમાં એલપીજી કાર્ગોના વિતરણમાં મદદ કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમા અમારા વર્તમાન રોકાણ દ્વારા ભારતનાં ઊર્જા ક્ષેત્રની વૃધ્ધિમાં પ્રદાન કરવા અમે આતુર છીએ GPPL અગાઉ માર્ચ 2023માં ડેડિકેટેડ VLGC કોમ્પ્લાયન્ટ એલપીજી બર્થ વિક્સાવવાની 2025 સુધીમાં તૈયાર કરવાની અને ટર્મિનલ પાર્ટનર એઇજીસ વોપાક ટર્મિનલ લિમિટેડ સાથે મળીને એલપીજી ટર્મિનલ ક્ષમતાનાં વિસ્તરણની જાહેરાત કરી ચૂકી છે. વિસ્તૃત ટર્મિનલ ક્ષમતા 3.20 મિલિયન મેટ્રિક ટન સુધીનું વહન કરવા સજ્જ છે, જેને કારણે એલપીજી આયાત હેન્ડલ કરવાની એપીએમ ટર્મિનલ્સ પીપાવાવની ક્ષમતાઓ વધુ મજબૂત થશે.