પંચમહાલ (ગોધરા)36 મિનિટ પેહલા
- કૉપી લિંક
પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસલક્ષી કામો વર્ષ 2015 થી 2020 દરમિયાન અને 33 કામો પૈકી 19 જેટલા કામોમાં ગેરરીતિ આચરી 48.19 લાખ રૂપિયાની ચૂકવીને મોટાપાયે ગેરરીતિ આચારનાર 12 જેટલા લોકો સામે ગોધરા તાલુકા વિકાસ અધિકારીએ કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેથી પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાના આધારે પંચમહાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી હતી. ત્યારે નંદીસર ગ્રામ પંચાયતમાં ગેરરીતિ આચરનાર વધુ એક તલાટી કમ મંત્રી અમૃત પુનાભાઈ મછારને પેરોલ ફર્લો પંચમહાલ ગોધરાએ ઝડપી પાડી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા તાલુકાના નંદીસર ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓમાં 14માં અને 15માં નાણાપંચના ગ્રામ્ય કક્ષાએ વર્ષ 2015 થી 2020 દરમિયાન 33 જેટલા કામો પૈકી 19 જેટલા કામોમાં ગેરરીતિ આચરી 48,19,661 રૂપિયાની ઉચાપાત કરી હતી. જેમાં નિવૃત નાયબ કાર્યપાલક ઇજનેર, નિવૃત્ત અધિક મદદનીશ ઇજનેર, તાત્કાલિક તલાટી, તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર, તત્કાલીન સરપંચ સહિત 12 જેટલા લોકો સામે કાકણપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
નંદીસર ગ્રામ પંચાયતમાં મોટાપાયે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તલાટી કમ મંત્રી અમૃત પુનાભાઈ મછારને પેરોલ ફર્લોની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ પણ દસ જેટલા આરોપીઓ પોલીસની ગીરફથી દૂર છે.
.