મોરબી39 મિનિટ પેહલા
- કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ભડકો થતાની સાથે જ આજે ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબી સિરામિક ઉદ્યોગને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 2.65 પૈસાનો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. સિરામિક ઉદ્યોગપતિઓ ચિંતામાં વધારો થયો છે. તો દસ દિવસ પહેલા જ જીએસપીસી કંપનીએ રૂ.2.10 પૈસાનો ભાવ વધારો થયો હતો. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ભડકો થતા એલપીજી પ્રોપેનના ભાવમાં પણ ભાવ વધારો થવાના અણસાર મળી રહ્યા છે. આ ભાવ વધારાના કારણે મોરબી સિરામિક ઉદ્યોગ ઉપર મહિને 30 કરોડનો વધારાનો બોજ આવ્યો છે.
ગુજરાત ગેસ કંપની દ્વારા વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક મોરબીના ઉદ્યોગજગતને ઝટકો આપી તા.1 સપ્ટેમ્બરથી ગેસના પ્રવર્તમાન ભાવ રૂ. 43.40 પૈસામા રૂપિયા 2.65 પૈસાના ભાવ વધારા સાથે એમજીઓ ધારકોને રૂપિયા 46.05 પૈસામાં ગેસ આપવામાં આવશે તેવી જાણ કરી છે. ચાલુ માસમાં દસ દિવસ પહેલા જ ગુજરાત ગેસ કંપની દ્વારા રૂપિયા 2.10 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો.
.