Another ‘cross-border’ love affair? | કુડા બોર્ડર પાસેથી તમિલનાડુનો સંદિગ્ધ શખ્સ જબ્બે

Spread the love

ભુજ4 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • તપાસમાં સહકાર ન આપ્યો,ફેન્સિંગ કાપવાના પાના-પકડ મળી આવ્યા – વિવિધ એજન્સીઓ અને અધિકારીઓ દોડી ગયા
  • પેટ્રોલિંગમાં રહેલી સ્ટેટ આઇબીએ બોર્ડરની 300 મીટર દૂરથી ઝડપી લીધો

સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતી વાગડમાં આવેલ આંતરરાષ્ટ્રીય રણ સરહદે કુડા બોર્ડર પાસેથી મંગળવારે સ્ટેટ આઈબીની ટીમે તમિલનાડુના સંદિગ્ધ શખ્સને ઝડપી લીધો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.આ શખ્સને પૂછપરછ માટે બાલાસર પોલીસ સ્ટેશનેલઈ જવાયો છે.

તમિલનાડુનો આ શખ્સ વાગડમાં આવેલી છેક કુડા બોર્ડર રણ સરહદે પહોંચી ગયો હતો તે બોર્ડરથી માત્ર 300 મીટર જ દૂર હતો અને તેની પાસેથી પાના – પકડ પણ મળી આવ્યા છે.મંગળવારે સાંજના સમયે અહીં સ્ટેટ આઇબીના સીનીયર ઇન્ટેલીજન્સ ઓફિસર એમ.પી. સુથાર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બોર્ડર નજીક આ યુવાન જોવા મળતા શંકા ગઈ હતી જેથી તેની પાસે જઈ યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક તે કોણ છે ? કયાથી આવ્યો છે ? તે સહિતની બાબતે પુછપરછ કરવામાં આવી પણ યોગ્ય જવાબ ન આપતા તેને બાલાસર પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો.

જ્યાં પૂછપરછ કરવામાં આવી,પ્રાથમિક તપાસમાં તેનું નામ દિનેશ લક્ષ્મણ તેવર હોવાનું અને તે તમિલનાડુના થૈની,ચિન્નામાનુર વિસ્તારનો હોવાનો સામે આવ્યું છે તે સરહદ પાર કરવા જતો હતો ત્યાં જ પકડાઈ ગયો હતો.જો સ્ટેટ આઈબી ન પહોંચી હોત તો આ યુવક સરહદ પાર જવામાં સફળ રહ્યો હોત. હાલ તે ક્યા ઇરાદે અહીં આવ્યો તે સહિતની વિગતો ઓકાવવાનું શરૂ કરાયું છે.સૂત્રોના મતે આ ‘સીમા’પારનું પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા છે.પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી સીમા હૈદર ભારતમાં આવી તે કિસ્સો હાલ સમગ્ર દેશમાં ચર્ચાના એરણે છે ત્યારે આ કિસ્સામાં પણ સરહદ પારના પ્રેમને પામવાની કહાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ મુદા પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

બનાવને પગલે મહત્વની એજન્સીઓના વડાઓ અને સિનિયર અધિકારીઓ દોડી આવ્યા હતા. બાલાસર પીએસઆઈ વિકાસ ઝા થી વાત કરતા તેમણે બનાવને સમર્થન આપી પૂછપરછ શરૂ હોવાનું જણાવ્યું હતું. હાલ બાલાસર પોલીસ સ્ટેશને સ્ટેશનડાયરીમાં નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચેન્નઇથી મુંબઇ અને ત્યાંથી સુરેન્દ્રનગર વાટે કચ્છમાં આવ્યો

સંદીગ્ધ યુવાન પાસે રહેલી કોલેજ બેગની તપાસ કરવામાં આવતા તેમાંથી આ પ્રમાણેનો સામાન મળી આવ્યો હતો જે તપાસના કામે કબજે કરવામાં આવ્યો છે.

  • લાકડાના હાથા વાળી ચાકુ
  • ફુડ પેકેટ મેથી થેપલા
  • ભારતીય પાસપોર્ટ
  • પાનકાર્ડ-આધાર કાર્ડ-લાયસન્સ
  • પ્લાસ્ટીકના ઝબલામા નટ બોલ્ટ ખોલવાનું પાનુ
  • સાયકલ ટ્યુબ સોલ્યુશન
  • ટાયર ખોલવા ઉપયોગમાં લેવાતા ડીસમીસ
  • લાલ કલરના પ્લાસ્ટીકના હાથાવાળુ પકડ
  • 24 ફૂટની દોરી
  • નાની કાતર
  • રેલ્વેની ચેન્નઇ થી મુંબઇની અને મુંબઇથી સુરેન્દ્રનગર સુધીની ટીકિટ
  • તમીલનાડુ સરકારી બસની ટીકિટ
  • સેમસંગનો મોબાઇલ અને ચાર્જર.

3 વર્ષ અગાઉ મહારાષ્ટ્રનો યુવાન પકડાયો હતો
ત્રણ વર્ષ અગાઉ કચ્છના મોટા રણમાં બાઇક વડે પાકિસ્તાનમાં ઘુસવાની કોશિશ કરનાર મહારાષ્ટ્રના યુવાનને પણ ઝડપી લેવાયો હતો.જે-તે વખતે યુવાન પ્રેમિકાને મળવા જઇ રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. બોર્ડર પરથી બીએસએફએ તેને પકડી લીધા બાદ મહારાષ્ટ્રના પોલીસને હવાલે કરાયો હતો.20 વર્ષિય યુવાન વર્ષ 2015માં ફેસબુક પર કરાચી સ્થિત પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો.બાદમાં બન્ને એકબીજાને મોબાઇલ નંબર શેર કરી વાતચીત કરવા લાગ્યા હતાં. તેઓ વિડીયો કોલ પણ કરતા હતાં.બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

પ્રેમિકાની જીદના કારણે મહારાષ્ટ્રના યુવકે માર્ચમાં જ પાકિસ્તાન જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તે વખતે લોકડાઉનના કારણે પ્લાન કેન્સલ કર્યો હતો કોરોનાના લીધે પાસપોર્ટની કામગીરી બંધ હોવાથી ગેરકાયદેસર પાકિસ્તાનમાં જવાનું નક્કી કર્યું અને પકડાઈ ગયો હતો.

હાથમાં પાકિસ્તાનનો નક્શો દોરેલો હતો
ભારતીય ક્ષેત્રના અંગ્રેજીમાં ધોળાવીરા, અમરાપર, લોદ્રાણી, બાલાસર, દેશલપર, વમોટી, તેમજ પાકિસ્તાની ક્ષેત્રના નગરપારકર, અલીગામ, ઇસ્લામકોટ, હૈદરાબાદ દહેરલાઇ, કાસ્બો, સુરાચંદ સહિત પાકિસ્તાનના વિસ્તારો દર્શાવતો નકશો તેના હાથમાં દોરેલો મળી આવ્યો હતો.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *