અમદાવાદ4 કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જઈ રહેલા કારચાલકે રાહદારીને ટક્કર મારી તથા બાઈક ચાલકને પણ અડફેટે લીધો હતો. અકસ્માતમાં રાહદારીનું મોત થયું છે જ્યારે બાઈક ચાલક વ્યક્તિને ઈજા પહોંચી છે. અકસ્માત કરનાર શખ્સ અકસ્માત સર્જીને ત્યાંથી નાસી ગયો છે. મૃતક વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

અકસ્માત કરી કારચાલક ફરાર
ઈસ્કોન બ્રિજ પર વધુ એક બેફામ કારચાલકે એક બાઈકચાલક અને અન્ય એક રાહદારીને અડફેટે લઈ લીધો હતો.અકસ્માત કરનાર કારચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ યતેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું છે. મૃતક ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરીને ગુજરાન ચલાવતો હતો.

કાર ચાલક કોણ હતો?
આ બનાવની જાણ થતાં ટ્રાફિક એસીપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોચ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારા વ્યક્તિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કાર ચાલક કોણ હતો? તથા કઈ દિશામાં ગયો તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગંભીર ઈજાઓનાં કારણે ઘટનાસ્થળે જ મોત
સીરુપસન્સ સિક્યુરિટી કંપનીના સિક્યુરિટી ગાર્ડ યેતેન્દ્ગસિહ ઇસ્કોન બ્રિજ પર કર્ણાવતી કલબ તરફના છેડે રસ્તો ક્રોસ કરતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં ઇજાઓ થવાથી આશરે રાત્રે 8:00 વાગે સ્થળ પર જ મૃત્યુ થયેલ છે. વાહનચાલકની તપાસ ચાલુ છે. ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી બી દેસાઈ એસજી ટુ ટ્રાફિક પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે.

.