Announcement to run additional express trains from Surat East to Madgaon, Mangaluru | સુરતના ઉધનાથી મડગાંવ, મેંગલુરુ સહિતની વધારાની એક્સપ્રેસ ટ્રેનો દોડાવવા જાહેરાત

Spread the love

સુરત2 કલાક પેહલા

  • કૉપી લિંક

પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સુરતના ઉધના-મડગાંવ સહિતની સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. સુરતના ઉધના-મડગાંવ વચ્ચે બે અલગ- અલગ ટ્રેનો દોડાવવામાં આવશે.

ટ્રેન અમદાવાદ-વડોદરા-સુરત સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે
મળતી માહિતી પ્રમાણે ટ્રેન નંબર 0901809017 ઉધના-મડગાંવ વિકલી એક્સપ્રેસ ટ્રેનના બે ફેરા હશે. આ ટ્રેન 11 ઓગસ્ટ 2023ના રોજ ઉધનાથી બપોરે 15.25 વાગે રવાના થઈને બીજા દિવસે સવારે 9.30 વાગે મડગાંવ પહોંચશે. પરત ફરતા આ ટ્રેન મડગાંવથી 10.20 વાગે ૨વાના થશે અને બીજા દિવસે સવારે 5 વાગે ઉધના પહોંચશે. ટ્રેન નંબર 0920709208 બાંદ્રા-ભાવનગર એક્સપ્રેસના બે ફેરા હશે.

આ ટ્રેન 10 ઓગસ્ટના રોજ ભાવનગરથી બપોરે 14.50 વાગે રવાના થઈને બીજા દિવસે 6 વાગે બાંદ્રા પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 11 મી તારીખે સવારે 9.15 વાગે બાંદ્રાથી રવાના થઈને તે જ દિવસે રાત્રે ભાવનગર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં અમદાવાદ-વડોદરા-સુરત સહિતના સ્ટેશનો પર થોભશે. ટ્રેન નંબર 0932509326 1 બાંદ્રા-ડો.આંબેડકરનગર એક્સપ્રેસના 7 બે ફેરા હશે.

આવું હશે આખું શિડયુલ
ઉપરાંત ટ્રેન નંબર 09019-09020 ઉધના-મડગાંવ વિકલી એક્સપ્રેસના 10 ફેરા હશે. આ ટ્રેન શનિવાર અને બુધવારે 15.25 વાગે ઉધનાથી રવાના થઈને બીજા દિવસે 9.30 વાગે મડગાંવ પહોંચશે. તેમજ પરત ફરતા આ ટ્રેન રવિવાર અને ગુરૂવારે સવારે 10.20 વાગે મડગાંવથી રવાના થશે અને બીજા દિવસે સવારે 5 વાગે ઉધના પહોંચશે. તેમજ ટ્રેન નંબર 09057-09058 ઉઘના મેંગલુરૂ એક્સપ્રેસના 6 ફેરા હશે. આ ટ્રેન બુધવારે રાત્રે 8 વાગે ઉધનાથી રવાના થઈને બીજા દિવસે સાંજે 18.30 મેંગલુરૂ પહોંચશે.

તેમજ પરત ફરતી વખતે ગુરૂવારે રાત્રે 20.45 મેંગલુરૂથી રવાના થઈને બીજા દિવસે રાત્રે 8 વાગે ઉધના પહોંચશે. ટ્રેન નંબર 09411- 09412 અમદાવાદ-કુડલ એક્સપ્રેસના 6 પેરા હશે. આ ટ્રેન મંગળવારે અમદાવાદથી સવારે 9.30 વાગે રવાના થઈને બીજા દિવસે સવારે 4.10 વાગે કુડલ પહોંચશે.તેવીજ રીતે પરત ફરતી વખતે આ ટ્રેન બુધવારે સવારે 6.30 વાગે કુડલથી ૨વાના થઈને બીજા દિવસે સવારે 3.30 વાગે અમદાવાદ પહોંચશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *