An Isam with suspicious quantity of diesel was seized from Dehgam in Bharuch, police seized 43 thousand worth and conducted investigation. | ભરૂચના દહેગામમાંથી શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, પોલીસે 43 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • An Isam With Suspicious Quantity Of Diesel Was Seized From Dehgam In Bharuch, Police Seized 43 Thousand Worth And Conducted Investigation.

ભરૂચ42 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાલુકાનાં દહેગામ ગામના પાતાળકૂવા ફળીયામાંથી શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે 43 હજારના મુદ્દામાલ જપ્ત કરીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં મિલકત સબંધી અને વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા આપેલ સુચનાને આધારે એલસીબીના પી.આઈ ઉત્સવ બારોટના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ પી.એમ.વાળા સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના દહેગામ ગામના પાતાળકૂવા ફળીયામાં રહેતો મોહીન ઉંમરજી પોપટ ચોરીનું ડીઝલ લાવી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 415 લિટર ડીઝલ અને ફોન મળી કુલ 43 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શંકાસ્પદ હાલતમાં મોહસીન ઉમરજી પોપટની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મોહસીન ઉમરજીએ આ જથ્થો કોઈ પેટ્રોલ પંપ પર થી ચોરી કર્યો છે કે પછી ડીઝલ ના ટેન્કર માંથી બારોબાર સગે વગે કર્યો છે સહિત ની વિગતો પોલીસ તપાસમાં બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *