An approach to strengthening democracy | ખંભાળિયા શહેરમાં મતદાતા ચેતના અભિયાનનો શુભારંભ ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવ્યો

Spread the love

દ્વારકા ખંભાળિયાએક કલાક પેહલા

  • કૉપી લિંક

ખંભાળિયા શહેરના વિવિધ બુથ પર ગઈકાલે શુક્રવારે મતદાતા ચેતના અભિયાનનો શુભારંભ ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેમાં સંગઠનના અને ચૂંટાયેલાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ખાસ ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવેલા મતદાન ચેતના અભિયાનમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. અહીંના જુદા જુદા વિસ્તારોમાં કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિમાં ખંભાળિયા શહેર અધ્યક્ષ અનિલભાઈ તન્ના વિગેરેએ મતદારો તથા શહેરીજનોને રૂબરૂ મળી અને લોકોમાં મતદાન પ્રત્યેની સમજણ તેમજ ચેતના જાગૃત કરવાની આ પહેલ લોકો સમક્ષ રજૂ કરી હતી.

આ સાથે નવયુવાઓને મતદાર યાદીમાં જોડવા તેમજ જરૂરિયાત મુજબના સુધારા કરવા અર્થે મતદાન ચેતના અભિયાન અંતર્ગત અહીંના સલાયા ગેઈટ વિસ્તાર, આશાપુરા ચોક વિગેરે સ્થળોએ નવા મતદારોને અરજીપત્રક ભરાવી મતદાન સંદર્ભેની પ્રાથમિક સમજણ આપી અને લોકશાહીના આ પાયાને મજબૂતી પ્રદાન કરવાનો અભિગમ લોકો સમક્ષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવેલા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ એક વિદ્યાર્થીનીના જન્મદિવસ પ્રસંગમાં ખાસ સહભાગી થઈ, બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *