અમદાવાદ4 કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલી બે મ્યુનિસિપલ સ્કૂલોનું વીર શહીદોના નામથી નામકરણ કરવામાં આવ્યું છે. લીલાનગર ગુજરાતી શાળા નંબર 2ને વીર મહિપાલસિંહ વાળા અને લીલાનગર પબ્લિક સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ને વીર શશીપ્રભાકર રાજપુત નામ આપવામાં આવ્યું છે. આજે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી જગદીશ પંચાલની હાજરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, સ્કૂલ બોર્ડના ચેરમેન તેમજ અધિકારીઓ સહિત વીર શહીદોના પરિવારજનોની હાજરીમાં નામકરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં હાલમાં સાત જેટલી સ્કૂલોને વીર શહીદના નામથી નામકરણ કરવામાં આવ્યું છે. હવે વધુ બે સ્કૂલોના નામ પણ સહિતના નામથી રાખવામાં આવતા કુલ નવ જેટલી સ્કૂલોને વીર શહીદના નામથી રાખવામાં આવી છે.
સરદારગ્રામ સ્ટેશન હંગામી ધોરણે બંધ કરાયું
અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી ઉપડતી અસારવા-જયપુર એક્સપ્રેસ તથા અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સરદારગ્રામ સ્ટેશન ઉપર સ્ટોપેજ ટેકનિકલ કારણોસર 20 ઓગસ્ટથી એક મહિના સુધી હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ટ્રેન નંબર 12981/12982 અસારવા-જયપુર એક્સપ્રેસ તથા ટ્રેન નંબર 19315/19316 ઈન્દોર-અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સરદારગ્રામ સ્ટેશન ઉપર 20 ઓગસ્ટ 2023 થી 19 સપ્ટેમ્બર 2023 સુધી નહિ ઉભી રહે. મુસાફરોએ હવે સીધા અસારવાથી જ બેસવું પડશે.
.