જૂનાગઢ29 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સાંસદ, ધારાસભ્યએ રેલવે મંત્રીને પત્ર લખ્યો
જૂનાગઢના રેલવે પ્રશ્ને રજૂઆત કરી હતી.આ અંગે મુકુંદ હિરપરાએ જણાવ્યું હતું કે, સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાએ રાષ્ટ્રિય રેલવે મંત્રી અશ્વિનીકુમાર અને રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં જૂનાગઢને ફાટક લેસ બનાવવા સાથે શહેરમાં પાણી ન ભરાય તે માટે રેલવે પ્રોજેક્ટમાં ફેરફાર કરી દિવાલોને બદલે પિલર પર પ્રોજેક્ટ હાથ ધરવા જણાવ્યું હતું. સાથે રાજકોટ રેલવે સ્ટેશન પર લાંબાં અંતરની ટ્રેનો 7 થી 8 કલાક પડી રહે છે. ત્યારે આ ટ્રેનોને સોમનાથ સાથે જોડવામાં આવેતો જૂનાગઢ શહેરને પણ તેનો લાભ મળશે. માટે લાંબા અંતરની ટ્રેનો ફાળવવા અને વંદે ભારત ટ્રેનને સોમનાથ, જૂનાગઢન યાત્રાધામની સર્કિટમાં જોડવા પણ જણાવ્યું હતું. જો આવી પ્રવાસનને જોડતી ટ્રેન શરૂ થાય તો જૂનાગઢ, પરબ, સતાધાર, ચાંપરડા, દામોદર કુંડ, ગિરનાર અને ભવનાથ જેવા તિર્થક્ષેત્રો- પ્રવાસન ધામનો પણ વિકાસ થશે અને રાષ્ટ્રિય ખ્યાતિ મળશે.
.