ભરૂચ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ભરૂચનો બધિર છાત્ર ચંદ્રયાન -૩ ટીમનો સભ્ય
ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનારો ભારત પ્રથમ દેશ બન્યો છે અને સમગ્ર દેશમાં તેની ઉજવણી ચાલી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO ના વૈજ્ઞાનિક તેમજ ચંદ્રયાન 3ની ટિમ પર અભિનઁદનની વર્ષા થઇ રહી છે. ભરૂચની જાણીતી કૃષ્ણલાલ ઝવેરી પોલિટેક્નિક કોલેજમાં વર્ષ 2007માં સોફ્ટવેર એન્જીન્યરીનનો અભ્યાસ કરનાર અને જન્મથી બધીર એવા પટ્ટ બી રામન ચંદ્રયાન 3ની ટીમનો સભ્ય હોવાનું બહાર આવ્યું છે.
કે જે પોલિટેક્નિકના કોમ્પ્યુટર વિભાગના પ્રાધ્યાપક કેતન પટેલ જણાવે છે કે પટ્ટબી રામન મારો વિધાર્થી હતો. ટે સાંભળી શકતો ન હતો જેને કારણે બોલી પણ ન શકતો હતો. તે માત્ર ઈશારાની ભાષા સમજતો હતો. તેનો પરિવાર દક્ષિણ ભારતનો વતની છે અને રોજગારી માટે ભરૂચ જિલ્લમાં સ્થાયી થયો હતો. આ વિધાર્થીમાં શરૂઆતથી જ કંઈક અલગ કરવાની ધગશ જોવા મળી હતી. તેણે શારીરિક વિકલાંગતાને ક્યારેય હાવી થવા દીધી ન હતી. તે પ્રાધ્યાપકોની હોઠની મુવમેન્ટ પરથી સમજીને શીખતો હતો. તેના માતા કોઈક વાર કોલેજમાં પણ આવતા હતા.
કોલેજના પ્રાધ્યાપકોની સખત મહેનતને કારણે તેણે સોફ્ટવેર એન્જીનરિંગમાં ટેક્નિકલ એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજ્ય સ્તરે સુવર્ણ ચંદ્રક પણ મેળવ્યો હતો. આજે આ વિધાર્થી ઈસરોમાં નોકરી કરી રહ્યો છે. અને તે ચંદ્રયાન 3ની ટીમનો સભ્ય છે. અગાઉ સેટેલાઇટ લોન્ચિંગ વખતે પણ તે ટીમનો ભાગ હતો. પટ્ટબી રામન માનસિક રીતે ઘણો મજબૂત હતો પ્રધ્યાપક કેતન પટેલે જણાવ્યું હતું કે પટ્ટબી રામન માનસિક રીતે ઘણો મજબૂત હતો. તે પ્રધાપકોને હાથના ઇશારે સમજાવતો હતો કે તમે ખુબ સારૂ ભણાવો છો. એક વખત મેં તેને he is mentally enable but only physically disable નું પ્રમાણપત્ર સ્વહસ્તે લખી આપ્યું હતું. જો તમારી અંદર ધગશ હોય તો તમે ગમે તેવા પડકારો ઝેલીને સફળતા મળેવી શકો છો તે વાત મારાં વિધાર્થીએ સાર્થક કરી બતાવી છે. ચંદ્ર પર વિજયના વધામણાં લેવાય રહ્યા છે. ત્યારે ચંદ્રયાન -3ના સફળ પ્રોજેક્ટના ટીમનો એક સભ્ય અમારો વિધાર્થી હોવાનું ગૌરવ થઇ રહ્યું છે.
.