અમદાવાદ15 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદના સૌથી પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુભવન રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જેમાં જાહેર હરાજીથી દુકાનો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મલ્ટીલેવલ પાર્કિંગમાં આવેલી ગ્રાઉન્ડ ફ્લોરની 23 જેટલી દુકાનોની એક સાથે હરાજી કરી 99 વર્ષના ભાડાપટ્ટે રૂપિયા 80 કરોડની પ્રીમિયમ રકમના લઈ આપવામાં આવી છે. અંદાજે આ રકમથી મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે તમામ દુકાનોની જાહેર હરાજી કરવાનો નિર્ણય લેતા મ્યુનિસિપલ કોર્પોરેશનને લાખો રૂપિયાનો ફાયદો થયો છે.
નવતર પ્રયોગ કરીને દુકાનો વેચી નાખી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સિંધુભવન રોડ ઉપર જે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. તેમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિતના બે માળ પર દુકાનો બનાવવામાં આવેલી છે. શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા એવા આ રોડ ઉપર જાહેર હરાજી કરી અને એક સાથે દુકાનો વેચવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ જગ્યાએ જે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. તેમાં અગાઉ દુકાનો અને જાહેર હરાજીથી વેચવાને ભાડે આપવામાં આવી હતી, પરંતુ તે વેચાઈ નહોતી આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશને નવતર પ્રયોગ કરી અને એક સાથે આખા ફ્લોરની તમામ દુકાનો જાહેર હરાજીથી આપવાનો નિર્ણય લીધો હતો અને જેમાં સફળતા મળતા ગ્રાઉન્ડ ફ્લોરની તમામ દુકાનો ભાડે આપવામાં આવી છે.
AMCને 21 લાખનો ફાયદો
રોડ ઉપર બનાવવામાં આવેલા કરોડો રૂપિયાના મલ્ટીલેવલ પાર્કિંગમાં જાહેર હરાજીથી દુકાનો આપવામાં થઈ અને સિંગલ બિડર જ આવ્યો હતો. સિંગલ બીડર તરીકે મણિધર ઇન્ફ્રાએ(દશરથ ચૌધરી) પ્રતિ ચોરસ મીટર 1.93 લાખની જગ્યાએ 500 વધારે એટલે કે 1,93,500ના ભાવે તમામ દુકાનનો લેવા તૈયારી દર્શાવી હતી. સિંગલ બિડર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન એ જાહેર હરાજીથી આ વ્યક્તિને દુકાનનો 99 વર્ષના ભાડા પેટે પ્રીમિયમની રકમ કુલ 80.46 કરોડ લેખે આપવામાં આવી છે. એક સાથે તમામ દુકાનો વેચાઈ જતા 500 લેખે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને માત્ર 21 લાખનો જ ફાયદો થયો છે.
.