Alarming rise in land grabbing incidents in Navsari district, third police complaint registered in a week | નવસારી જિલ્લામાં જમીનને હડપ કરવાના બનાવોમાં ચિંતાજનક વધારો,અઠવાડિયામાં ત્રીજી પોલીસ ફરિયાદ નોંધાઈ

Spread the love

નવસારીએક કલાક પેહલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

નવસારી જિલ્લામાં હાલમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં વધારો થયો છે છેલ્લા લાંબા સમયથી ભુમાફિયાઓ બનાવટી દસ્તાવેજ બનાવી મૂળ માલિકની જાણ બહાર જમીન પર કબ્જો કરી મનમાંની કરતા હોય આ મામલે એક અઠવાડિયાની અંદર 3 પોલીસ ફરિયાદ નોંધાય છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે રહેતા ખેડૂત બાબુભાઈ મણિયાભાઈ પટેલની જમીન કેળકચ્છ ગામ ખાતે આવી છે. જેમાં આરોપી ડાયાભાઈ પટેલ અને શંકર પટેલે જમીન પચાવી પાડતા ખેતીને નુકસાન પહોંચાડતા આ મામલે ફરિયાદી બાબુ પટેલે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ ફરિયાદ કરતા કેસની તપાસ ડી.વાય.એસ.પીને તપાસ સોંપવામાં આવી છે.

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે આવેલી ખાતા નંબર 53, 73AA વાળી કુલ જમીનનું ક્ષેત્રફળ 50 છે જેને સરકારી જંત્રી મુજબ ₹1,45,000 ની કિંમત છે જેમાં બંને આરોપીઓ દ્વારા 2022 થી આજદિન સુધી ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડી છે. ફરિયાદીની જમીનમાં વાવવામાં આવેલા કોઈપણ પાકને અવારનવાર તેઓ નુકસાન પહોંચાડતા આપ્યા છે. જ્યારે પણ જમીનના મૂળ માલિક ખેતીમાં કામ અર્થે જાય ત્યારે તેઓને જાનથી મારી નાખવાની તથા ફરિવાર જમીન પાસે ન આવવાની ધમકી આપવામાં આવે છે જે મામલે ફરિયાદીએ પોલીસ અધિક્ષક કચેરીએ પોતાની અરજી આપતા DYSP વી. એન પટેલને તપાસવામાં આવી છે.

નવસારી જિલ્લામાં વધતા લેન્ડ ગ્રેબિંગના ગુનાઓને કારણે ભુમાફિયાઓને કાબુમાં કરવું પોલીસ માટે પડકાર બન્યું છે.ભૂતકાળમાં પણ પૂર્વ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસુલ મેળો યોજીને જમીનને લગતી તકરાર ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *