વડોદરા37 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર વડોદરા પાસે એક્ટિવા પર જઈ રહેલા બે યુવાનને કચડી નાખતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. ઘટનાની જાણ થતા વરણામા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ટ્રકના ટાયર બંને યુવાનો પર ફરી વળ્યા
નેશનલ હાઇવે પર કેલનપુરથી સત્તારપુરા ગામના કટ પાસે અમિત ગોપાલભાઇ રાઠોડ(રહે.141, જયઅંબેનગર, આજવા રોડ, વડોદરા) અને પ્રકાશ નરેન્દ્રભાઈ સોની (રહે. B-125, ખોડીયારનગર, કિશનવાડી, વડોદરા) પસાર થઈ રહ્યા હતા. આ સમયે ઝડપે જઈ રહેલા ટ્રક ચાલકે બંને યુવાનોને ટક્કર મારી હતી. જેથી ટ્રકના ટાયર બંને યુવાનો પરથી ફરી મળ્યા હતા અને બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

ટ્રક ચાલકની ધરપકડ
અકસ્માતની આ ઘટનાને પગલે નેશનલ હાઇવે પર એકત્ર થઈ ગયા હતા. આ ઉપરાંત વરણામા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. બીજી તરફ આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી હતી.

હોસ્પિટલમાં પરિવારજનોનું આક્રંદ
બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત થતા પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતની ઘટનામાં બે યુવાનના મોત થતા પરિવારજનોએ શહેરની હોસ્પિટલમાં આક્રમણ કર્યું હતું. જેને પગલે હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી.
.