સુરેન્દ્રનગર6 મિનિટ પેહલા
સુરેદ્રનગરમાં મુળી સોમાસર હાઈવે પર આઇસર ટ્રક પાછળ પૂરઝડપે આવતી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં આઇસર અને કારna ડ્રાઇવર ઈજાગ્રસ્ત બન્યા હતા. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા હતા.
આ ગોઝારા અકસ્માતની ઘટનામાં કારમાં સવાર લોકોના માંડ જીવ બચ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં આઇસરનો ડ્રાઇવર અને કાર ડ્રાઇવરને ઇજાઓ થઇ હતી. આથી આ બંને ચાલકોને લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરેદ્રનગરમાં મુળી સોમાસર હાઈવે પર સર્જયેલા આ ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.
આ અકસ્માતની ઘટનામાં ધડાકા સાથે અક્સમાત થતા આસપાસના લોકો બચાવા માટે દોડ્યા હતા. જેમાં આઈસર ટ્રકમાં ભયાવહ આગ લગતા અફડાતફડી મચી જવા પામી હતી. બાદમાં ફાયર બ્રિગેડને બોલવાવાની ફરજ પાડી હતી. અને ફાયરબ્રિગેડ દ્વારા સૌ પ્રથમ ટ્રક કે કારમાં કોઈ ફસાય ગયું નથીને એની તપાસ શરુ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી સોમાસર હાઈવે પર વહેલી સવારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસે પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં હાઇવે પર લોકોની નજર સામે જ આઈસર ટ્રક પળવારમાં જ બળીને ખાખ થઇ ગયો હતો.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…