After being released on interim bail from Junagadh Jail, the absconding prisoner was nabbed by the Parole Furlough Squad from Bamanwada. | જૂનાગઢ જેલમાંથી વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર થયેલા કેદીને પેરોલ ફર્લો સ્કવોડે બામણવાડા પાસેથી દબોચ્યો

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • After Being Released On Interim Bail From Junagadh Jail, The Absconding Prisoner Was Nabbed By The Parole Furlough Squad From Bamanwada.

જુનાગઢ2 કલાક પેહલા

  • કૉપી લિંક

જૂનાગઢ જેલમાંથી વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને જુનાગઢ એસપી હર્ષદ મહેતાની સુચનાથી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સચવાય અને પોલીસનું મોરલ જળવાય તે હેતુથી અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્કોડ ટીમને કામગીરી કરવા જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાચના પીઆઈ જે.જે.પટેલની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ વાય.પી.હડિયા,એએસઆઈ ઉમેશભાઈ વેગડા,પો.હેડ કોન્સ.પુનાભાઈ હૂણ તથા પો.કોન્સ.દિનેશભાઇ છૈયા,પો.કોન્સ જયેશભાઈ બામણીયા,વુ.પો.કોન્સ સેજલબેન આલાભાઈ સ્ટાફના માણસોની ટીમ દ્રારા જૂનાગઢ જીલ્લામાં તથા ગુજરાત રાજ્યમા જુદા જુદા પોલીસ સ્ટેશનો મા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી ફરાર કેદીઓ પકડવા તજવીજ હાથ ધરી હતી.

સ્ટાફને બાતમી મળી કે જુનાગઢ જિલ્લા જેલમાં ખોટા દસ્તાવેજ બનાવી મિલ્કતની ઉચાપત કરી ફ્રોડના ગુન્હામાં સજા કાપતો વંથલીના સ્વામી મંદિરના ડેલામા રહેતા દિપ કિશોર કલોલા જેલ માથી વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયો હતો તે હાલમાં ઘણા સમય થી પોલીસ પકડ થી દુર હતો તે હાલ બામણવાડા ગામની ધોરીવાવ સીમમા આવેલ કારજ ગામના રસ્તા પાસેની વાડી પર છે તેવી બાતમી આધારે પેરોલ ફ્લો સ્કોડની ટીમમાં રહેતા આરોપી દિપ કિશોર કલોલાએ જુનાગઢ જેલનો ફરાર કેદી હોવાની કબૂલાત કરતા તેને પકડી કરી જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *