Addiction to drugs made him wander the streets | અમદાવાદમાં 17 વર્ષની સગીરા મિત્રો સાથે ડ્રગ્સ, ગાંજો, સિગારેટનું સેવન કરતી, ઘર છોડી 3 દિવસથી રસ્તા પર ભટકતી,

Spread the love

અમદાવાદ6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

આજના જમાનામાં યુવાધન હવે ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. માત્ર યુવકો જ નહીં પરંતુ હવે યુવતીઓ પણ ડ્રગ્સનું સેવન કરતી થઈ ગઈ છે. જેના કારણે તેઓની જિંદગી બરબાદ થાય છે. પરિવારજનો પોતાના બાળકો ઉપર ધ્યાન નથી આપતા જેના કારણે તેઓ આવા ડ્રગ્સ અને ગાંજાના વ્યસન કરતા થઈ જાય છે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પશ્ચિમ વિસ્તારમાં રહેતી 17 વતધિય સગીરા ગાંજો અને સિગરેટનું સેવન કરતી થઈ ગઈ હતી અને પોતે ત્રણ દિવસથી ઘર છોડી અને અલગ અલગ જગ્યાએ ફરતી હતી. તેના મિત્રો ડ્રગ્સ, ગાંજો અને સિગરેટનું સેવન કરતા હતા તેમની સાથે રહી અને પોતે પણ ડ્રગ્સની લત લગાવી દીધી હતી. જાગૃત નાગરિકે આ સગીરાને કાંકરિયા તળાવ ખાતે એકલી બેઠેલી જોતા મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી મહિલા હેલ્પલાઇનની ટીમે અને તેના પરિવારજનોને ડ્રગ્સ વિશે માહિતી આપી સગીરાને સહી સલામત તેના પરિવારજનોને સોંપી હતી.

181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે કોલ આવેલ થર્ડ પાર્ટી જણાવ્યું હતું કે કાંકરિયા તળાવ ગેટ નંબર ત્રણ પર છોકરી એકલી બેઠી છે. હાથમાં એક થેલી છે ને ઘણા સમયથી એકલા બેસી રહી છે. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સેલર તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા યુવતી સાથે વાત કરતાં તેની ઉંમર 17 વર્ષની હોવાનું જણાવ્યું હતું. તેમની માતા સાથે ઘર છોડીને આવતા રહી છે. ત્રણ દિવસથી રસ્તા પર જ રહે છે. પરિવારમાં તેમના પિતા નથી. તેઓ એક ભાઈ અને માતા સાથે રહે છે. સગીરાએ જણાવ્યું હતું કે મારી માનસિક સ્થિતિ સારી રહેતી નથી. મારી માતાને દવાખાને સારવાર માટે લઈ જવા જણાવું છું પણ મારી માતા મને દવાખાને લઈ જતી નથી. મને ગાંજા અને સિગરેટ પીવાની આદત છે. હું મારા મિત્ર સાથે ચરસ, ગાંજા અને સિગરેટનું સેવન કરું છું.

ત્રણ દિવસથી દીકરી ઘરે ના આવતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાનું કાઉન્સિલિંગ કરતા દીકરીને સમજાવ્યું કે ઉંમર હજી નાની છે અને તમે ભણવામાં ધ્યાન આપો. આવા ડ્રગ્સનું સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે. માનસિક રીતે પણ તમને નુકસાન કરી શકે છે. આવી બધી આદતો છોડી ભણવામાં ધ્યાન આપો તો જીવનમાં કઈ સારું જ કરી શકશો. પોતાના જીવનને સારી રીતે જીવી શકશો. તેમને જણાવ્યું કે આવી રીતે ઘરની બહાર રહેવું અસુરક્ષિત છે. કોઈ ખરાબ ઘટના થઈ શકે છે. જેથી પરિવારને જાણ કર્યા વગર રીતે ઘરની બહાર રસ્તા પર ના રહેવાય.

સગીરાનું કાઉન્સિલિંગ કરતા ટતેણે પોતાની ભૂલ સ્વીકારી અને ફરીથી ભૂલ ના કરશે એની બાંહેધરી આપી હતી. ગાંજા અને સિગરેટ જેવા વ્યસનથી દૂર રહીને ભણવામાં ધ્યાન આપીશ કહ્યું હતું. સગીરાએ પોતાના ઘરે જવા માટે પરિવારનો નંબર આપી પરિવારને જાણ કરી હતી. જેથી સગીરાનો પરિવાર એને લેવા માટે ઘટના સ્થળે આવ્યા સગીરાના પરિવારને જણાવ્યું કે એમને હું દવાખાને લઈ જાય એની સારવાર કરાવે અને સગીરા પરિવાર સાથે રવાના થઈ હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા એક એના પરિવારજન સુધી સહી સલામત પહોંચાડી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *