Action will be taken against those seeking information under RTI Act on false pretexts and reasons in Ahmedabad, strictly enforce banned plastics | અમદાવાદમાં ખોટા બહાના અને કારણો ધરી RTI એક્ટ હેઠળ માહિતી માગનાર સામે કાર્યવાહી થશે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કડક અમલ કરો

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Action Will Be Taken Against Those Seeking Information Under RTI Act On False Pretexts And Reasons In Ahmedabad, Strictly Enforce Banned Plastics

અમદાવાદ4 કલાક પેહલા

  • કૉપી લિંક

‘રાઈટ ટુ ઈન્ફર્મેશન’ એક્ટ (RTI)નો કેટલાક લોકો દુરુપયોગ કરતા હોય છે. RTI એક્ટ હેઠળ અરજીઓ કરી અને અધિકારીઓ તેમજ લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે. કેટલાક ચોક્કસ હિત માટે RTI કરી અને અધિકારીઓને હેરાન પરેશાન અને સમય વેડફનારા આવા RTI એક્ટિવિસ્ટોને અંકુશમાં લેવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને એક્શન પ્લાન ઘડવા જણાવ્યું છે. આજે મળેલી રિવ્યુ મીટીંગ દરમિયાન ‘રાઈટ ટુ ઈન્ફર્મેશન’નો દુરૂપયોગ કરીને ગેરલાભ ઉઠાવનાર તત્વો સામે કડક પગલાં લેવા સૂચના આપી છે. શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.

RTI એક્ટિવિસ્ટોને કાબૂમાં લેવા માટે એક્શન પ્લાન ઘડો
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે રિવ્યૂ બેઠક લેવામાં આવી હતી. એસ્ટેટ વિભાગની કામગીરી અંગે ચર્ચા થઈ રહી હતી ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખોટા-ખોટા બહાના અને કોઈ કારણો આગળ ધરીને RTI એક્ટિવિસ્ટો RTI એક્ટ હેઠળ અરજીઓ કરે છે. જેમાં તેઓની અપીલના જવાબ આપવાના હોય છે. તેમાં સમય જતો રહે છે જેથી એસ્ટેટ વિભાગના કામો થતા નથી જેના પગલે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને સુચના આપી હતી કે, તેઓ જ્યારે સુરતમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે હતા ત્યારે તેઓએ આવા RTI એક્ટિવિસ્ટો નહીં સામે કાર્યવાહી કરવા માટે થઈને સરક્યુલર કર્યો હતો. જેથી અમદાવાદમાં પણ આવા RTI એક્ટિવિસ્ટોને કાબુમાં લેવા માટે એક્શન પ્લાન ઘડો અને તેઓની સામે પગલાં ભરો.

ઈમ્પેક્ટ ફીની અરજીઓનો નિકાલ થતો નથી
શહેરને ‘પ્લાસ્ટિક ફ્રી’ બનાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે કડક કાર્યવાહી ખૂબ જરૂરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો, શાકભાજીની લારીઓ, પરચુરણ માલસામાન વેચનારાઓ વગેરે જેવા નાના- મોટા દુકાનદારો હજુયે પ્લાસ્ટિકના ઝભલાં સહિત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કડક અમલ કરવા તેઓએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સૂચના આપી હતી. શહેરના તમામ ઝોનમાં ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ થયેલી અરજીઓનો ઝડપી નિકાલ કરવા માટે પગલાં લેવા તેમણે સૂચના આપી હતી. ખાસ કરીને ઉત્તર ઝોનમાં ઈમ્પેક્ટ ફીની અરજીઓ યોગ્ય રીતે નિકાલ થતો નથી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *