Accused hatched a conspiracy without thinking of taking life, many crimes have been reported earlier | આરોપીએ જીવનનું ગુજરાન ચલાવવા વિચાર્યા વગર કાવતરું રચ્યું, અગાઉ પણ નોંધાયા છે અનેક ગુન્હા

Spread the love

વડોદરા2 કલાક પેહલા

  • કૉપી લિંક

વડોદરાથી સુરત રેલવે ટ્રેક ઉપર વરસાડા ગામની સીમમાં રેલવે ટ્રેક ઉપર મેટલ ફેન્સીંગ પોલ મૂકી ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરૂં ઘડાયું હોવાની ઘટનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી એક રખડતા ભટકતા યુવાનને જિલ્લા પોલીસે ઝડપી પાડતા તેણે જ આ કાવતરૂં ઘડ્યું હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.

નજીવા કારણોસર કૃત્ય કર્યું
રેલવે ટ્રેક ઉપર ફેંકાયેલા ખોરાક અને ચીજવસ્તુઓથી જીવનનિર્વાહ ચલાવતા આ યુવાને જો ટ્રેન ઉથલી પડે અને મુસાફરોનો સામાન ફંગોળાય તો તેમાંથી પોતાનું જીવન ગુજરાન ચાલે તેવા વણવિચાર્યા નજીવા કારણોસર આ કૃત્ય કર્યું હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.

ટીમો બનાવી ઝડપી પાડ્યો
ગત 27મી ઓગસ્ટના રોજ વડોદરા-સુરત રેલવે લાઇન ઉપર વરણામા અને ઇંટોલા વચ્ચે વરસાડા ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન ઉપર મેટલ ફેન્સીંગ પોલ મુકી ટ્રેઇન ઉથલાવવાનું કાવતરૂં ઝડપાયું હતું. આ બનાવ સંદર્ભે વરણામા પોલીસ મથકે ગુનો દાખલ થતા જિલ્લા પોલીસ વડા દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી. જેને પગલે જિલ્લા SOGના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડા દ્વારા ત્રણ અલગ-અલગ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નેતૃત્વ હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. પો.સ.ઇ એમ.બી.જાડેજા, પો.સ.ઇ એમ.એસ. જાડેજા અને પો.સ.ઇ એચ.એમ.જાળીયા દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

રેલવે એક્ટ હેઠળ અડધો ડઝનથી વધુ ગુના
પોલીસે રેલવેમાં ગુનાખોરી આચરતા તત્વોની શોધખોળ શરૂ કરી હતી. જેના આધારે જાણવા મળ્યું હતું કે, કલ્પેશ ઉર્ફે બુલી રમણભાઇ રાઠોડીયા તેના નિવાસસ્થાને પણ નથી અને આશ્રયસ્થાનો ઉપર પણ જોવા મળતો નથી. તેથી તેની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેને પગલે પોલીસ ટીમે તેને વડદલા ગામની સીમમાં ગોચરની જમીનમાંથી ઝડપી પાડ્યો હતો. કલ્પેશ ઉર્ફે બુલી રેલવે ટ્રેક ઉપર જ ગુના આચરવાની ટેવ ધરાવતો હોઇ તેની સામે અત્યાર સુધીમાં રેલવે એક્ટ હેઠળ અડધો ડઝનથી વધુ ગુના નોંધાયેલા છે. પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરતા આ કાવતરૂ તેણે ઘડી કાઢ્યું હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી
જોકે, આ કાવતરૂ ઘડવા પાછળનું કારણ આશ્ચર્ય પમાડે તેવું હતું. જીવન નિર્વાહ માટે તેની પાસે આવકનું કોઇ સાધન નથી. તેથી, તે રેલવે ટ્રેક ઉપર ફેંકાયેલો ખોરાક અને વસ્તુઓથી પોતાનું જીવનનિર્વાહ ચલાવે છે. જેના કારણે આ પોલ મૂકવાથી ટ્રેન ઉથલી પડે તો મુસાફરોનો સામાન બહાર ફેંકાઇ જાય અને તે મેળવી પોતાનું જીવનનિર્વાહ ચલાવી શકે તે માટે તેણે આ ગંભીર કાવતરૂ ઘડ્યું હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *