વડોદરાએક કલાક પેહલા
- કૉપી લિંક
આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટાથી 14 જુલાઇએ લોન્ચ કરાયેલ ચંદ્રયાન-3 આજે સાંજે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થવા જઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં ક્યાંક પ્રાર્થના તો ક્યાંક તેને નિહાળવા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. શહેરની સ્કૂલો અને કોલેજોમાં મોટી સ્ક્રીન પર ચંદ્રયાન-3નાં લેન્ડિંગનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. શહેરનાં કેટલાય મંદિરોમાં સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે ત્યારે શહેરનાં બદામળીબાગ ચાર રસ્તા પર આવેલ શનિદેવનાં મંદિરે શહેર DCP અભય સોની દ્વારા સફળતા માટે શનિદેવનો અભિષેક કરવામાં આવ્યો તો સાથે ભજન મંડળ દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે કે, તેનું સફળ લેન્ડિંગ થાય.
શહેર DCP દ્વારા શનિદેવને અભિષેક
આ અંગે શનિદેવ પરિવારનાં અશોક પવારે જણાવ્યું હતું કે, આજે ચંદ્રયાન-3નું રોવર ચંદ્રયાન પર ઉતારવાની તૈયારી છે ત્યારે સાંજે 6 વાગે ઊતરશે જ્યારે અમેરિકાનું ચંદ્રયાન ગયું હતું ત્યારે 65 કરોડ લોકોએ તેનો લ્હાવો લીધો હતો પરંતુ, તેનાથી વધુ લોકો ચંદ્રયાન-3 સાંજે ચંદ્ર પર ઊતરે અને વધારે લોકો લ્હાવો લે તેવુ ઈચ્છું છું. અને સાથે આજે ભગવાન શનિદેવને પ્રાર્થના કરીએ છીએ કે એવીજ સફળતા ભારતને મળતી રહે. આજે ચંદ્રયાન 3ની સફળતા માટે ડીસીપી અભય સોની દ્વારા શનિ ભગવાનને તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો. તેમજ ભજન પણ રાખવામાં આવ્યા છે. આ પ્રાર્થનાથી વૈજ્ઞાનિકોને યોગ્ય કાર્ય કરવાની તાકાત મળી રહે અને હિન્દુસ્તાનનું નામ ખૂબ આગળ વધે તેવી પ્રાર્થના છે.
સફળતા માટે ઠેર-ઠેર પ્રાર્થના અને ભજન-કીર્તન
શહેરમાં DCP ઝોન-2 તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારી અભય સોની દ્વારા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલ શનિદેવ મંદિરમાં ભગવાન શનિદેવને તેલનો અભિષેક કરી પ્રાર્થના કરવામાં આવી હતી. ચંદ્રયાન-3ની સફળતા માટે દેશભરમાં હાલમાં પ્રાર્થનાઓ અને ઠેર-ઠેર તેના લેન્ડિંગને નિહાળવા તૈયારીઓ કરવામાં આવી છે. શહેરની વિવિધ સ્કૂલોમાં આ કાર્યક્રમમાં લાઇવ બતાવવામાં આવી રહ્યો છે તો શહેરના ડેરીડેન ખાતે પણ તેના લાઈવ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સાથે કેટલીક જગ્યાએ ભગવાન સત્યનારાયણની કથા કરી સફળતા માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે.
.