- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- A Young Man From Dehgam Became Very Fond Of Watching Child Pornography Videos, After Sharing The Video On Instagram, The Cyber Crime Police Tracked Him Down.
ગાંધીનગરએક કલાક પેહલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
દહેગામના યુવકે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો જોવાનો શોખ ભારે પડી ગયો છે. યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીથી જેવો ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો મૂક્યો કે બાઝ નજર રાખીને બેઠેલી સાયબર ક્રાઈમ પોલીસે અદ્યતન ટેકનોલોજીની મદદથી ટ્રેસ કરી ટીપ લાઈન સ્થાનિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને મોકલી આપવામાં આવી હતી. જેનાં આધારે પોલીસે યુવાન વિરુદ્ધ ચાઈલ્ડ પોર્નોગ્રાફી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજયમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવાના શોખીનોને શોધી કાઢવા પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી દ્વારા અદ્યતન ટેકનોલોજી થકી બાઝ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે દહેગામના પરાગ ચીમનભાઈ પંચાલે (રહે.61બી, અક્ષરધામ સોસાયટી, નહેરૂ ચોકડી, દહેગામ) પંચાલ શ્રેયા નામના ઇન્સ્ટાગ્રામ યુઝર આઈડીથી વર્ષ 2019 માં ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગત વિડીયો અપલોડ, શેર, ડાઉનલોડ કર્યો હતો.
જેની જાણ પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી ક્રાઇમ કચેરીની ટીમને થઈ ગઈ હતી. જેની એક સીડી ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મોકલી ટીપ લાઈન આપવામા આવી હતી. જેનાં આધારે પોલીસ પરાગ પંચાલ સુધી પહોંચી ગઈ હતી. અને મોબાઈલ તપાસ અર્થે કબજે લઈ ટીપલાઈનમાં મળેલ ડેટાની સી.ડી બનાવી તપાસણી અર્થે એફએસએલમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવતા પરાગ પંચાલનો ભાંડો ફૂટી ગયો હતો. જેનાં પગલે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો પરાગ પંચાલ વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.