- Gujarati News
- Local
- Gujarat
- Jamnagar
- A Woman Living In Dhrol Filed A Complaint Against Her Husband Living In Junagadh, Giving Three Talaqs In Writing Over A Period Of One And A Half Years.
જામનગર35 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામથકે વસવાટ કરતી એક મહિલાએ ટ્રિપલ તલ્લાક મામલે પોતાના જૂનાગઢ ખાતે રહેતાં પતિ વિરુદ્ધ FIR દાખલ કરાવતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ધ્રોલ શહેરની રઝવી સોસાયટીમાં રહેતાં યુસુફભાઈ પોપટપૌત્રાની પુત્રી હીનાબેનના નિકાહ જૂનાગઢ ખાતે થયેલાં છે. તેનાં પતિનું નામ કુદ્દુસભાઈ મામદભાઈ ખાણિયા છે. જેઓ મેમણ સમાજ્ના છેઅને જૂનાગઢમાં જાલપા રોડ પર ઉધીવાડામાં વસવાટ કરે છે.હીનાબેન યુસુફભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પાંચમી સપ્ટેમ્બરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પાદ્લાં દોઢ વર્ષ દરમિયાનના સમયગાળામાં તેણીના પતિ કુદ્દુસભાઈએ તેણીને લેખિતમાં તલ્લાક આપી દીધાં છે. પતિએ ત્રણ તલ્લાક આપ્યા છેઅને લગ્નના હક્કો પૂરાં કરવાની આ રીતે જાહેરાત કરી છેજે કાયદા વિરુદ્ધની હોય આરોપી પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ધ્રોલ પોલીસે મુસ્લિમ સ્ત્રીઓના લગ્નના હક્કોના રક્ષણ બાબત અધિનિયમ-2019ની કલમ 3 હેઠળ આ ફરિયાદીના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરતાં જૂનાગઢ અને જામનગરમાં મેમણ સમાજમાં ચર્ચાઓ ઉઠી છે.
હીનાબેન યુસુફભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પાંચમી સપ્ટેમ્બરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છેકે, પાછલા દોઢ વર્ષ દરમિયાનના સમયગાળામાં તેણીના પતિ કુન્નુસભાઈએ તેણીને લેખિતમાં તલ્લાક આપી દીધાં છે. પતિએ ત્રણ તલ્લાક આપ્યા છે અને લગ્નના હક્કો પૂરાં કરવાની આ રીતે જાહેરાત કરી છે જે કાયદા વિરુદ્ધની હોય આરોપી પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ધ્રોલ પોલીસે મુસ્લિમ સ્ત્રીઓના લગ્નના હક્કોના રક્ષણ બાબત અધિનિયમ-2019ની ક્લમ 3 હેઠળ આ ફરિયાદીના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરતાં ત્રિપલ તલ્લાકનો મામલો ગરમાયો છે. તેમજ જૂનાગઢ અને જામનગરમાં મેમણ સમાજમાં ચકચાર મચી છે.