A woman in Sukhsar gets dengue, people whisper | સુખસરમાં મહિલાને ડેન્ગ્યૂ આવતાં લોકોમાં ફફડાટ

Spread the love

સુખસર32 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • દવાના છંટકાવથી કેટલાંક વિસ્તારો બાકાત રહ્યાં

ફતેપુરા તાલુકાના સુખસરમાં કેટલીક જગ્યાઓ ઉપર થોડા દિવસ અગાઉ પાણીથી ભરાઈ રહેતા ખાબોચિયાઓમાં તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગ સ્થાનિકોમાં ફેલાય નહીં તે હેતુથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જ્યારે સુખસર ગામના મોટાભાગનો વિસ્તાર આ દવાના છંટકાવથી બાકાત રખાયો હતો. સુખસરના બસ સ્ટેશન વિસ્તાર તથા માર્કેટયાર્ડ આસપાસના વિસ્તારમાં આ દવાનો છંટકાવ કરવામાં આવ્યો નહીં હોવાથી સ્થાનિકોએ બળાપો કાઢ્યો છે. ત્યારે સુખસરની ૩૦ વર્ષીય મહિલાને તાવ, માથાનો દુખાવો તથા શરીર દુઃખાવાની અસર થતાં સંતરામપુર લેબોરેટરીમાં તપાસ દરમિયાન મહિલાને ડેન્ગ્યૂ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા વસવાટ કરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલ મહિલા સંતરામપુર ખાનગી દવાખાનામાં સારવાર લઇ રહી છે. સુખસરમાં દવાના છંટકાવ સાથે ફોગિંગ પણ કરવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *