નડિયાદ2 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર
- ખેડા જિલ્લામાં બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત
ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળે માર્ગ અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલાના મોત નિપજયુ હતુ. જેમાં નડિયાદના મરીડા-હાથજ રોડ પર શ્વાન મોપેડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાખડી બાંધી પરત આવતા અને મોપેડ પાછળ બેઠેલા 34 વર્ષીય મહિલા રોડ પર પટકાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય કઠલાલના અમદાવાદ-ઇન્દોર હાઇવે પર એસટી બસની ટક્કરે મોપેડ ચાલકનું મોત નિપજ્યુ હતુ. આ બંને બનાવો અંગે નડિયાદ ગ્રામ્ય અને કઠલાલ પોલીસે ગુનો નોંધ્યો છે.
નડિયાદના નવાગામમાં રહેતા દિનેશ ઉર્ફે લાલો સોઢાની પત્ની ગીતાબેન ઉં.34 તા.30 મી ઓગસ્ટ કાકા સસરા હર્ષદના મોપેડ પર બેસી વડોદ ખાતે ભાઇઓને રાખડી બાંધવા માટે ગયા હતા. દરમિયાન રાખડી બાંધી પરત આવતા મહીરા-હાથજ રોડ અચાનક શ્વાન આવી મોપેડના આગળના ભાગે અથડાતા અચાનક બ્રેક મારતા પાછળ બેઠેલા ગીતાબેન રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. આ બાદ ઘવાયેલા ગીતાબેનને નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. જ્યારે અન્ય અકસ્માતમાં કઠલાલ ના અરાલમાં રહેતા બુધાભાઈ નો ભત્રીજો નવઘણ રતનસિંહ ડાભી તા.31 ઓગસ્ટના રોજ અમદાવાદ ઇન્દોર હાઇવે પર મોપેડ લઈ જઈ રહ્યા હતા. દરમિયાન એસટી બસના ચાલકે નવઘણના મોપેડને પાછળથી અડફેટ મારી અકસ્માત સર્જાયો હતો. જેમાં નવઘણ મોપેડ સાથે રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચતા બનાવ સ્થળે મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે બુધાભાઈ અમરસિંહ ડાભીની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
.