કચ્છ (ભુજ )44 મિનિટ પેહલા
- કૉપી લિંક
કચ્છના સરહદી ક્રીક પ્રદેશના લક્કી નાળા અને લખપતવારી પોસ્ટ ખાતે ક્રીક એરિયામાં ફરજ માટે આવતા બીએસએફના સૈનિકોની સુવિધામાં વધારો કરવા હેતું પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂ. 1.60 કરોડના ખર્ચે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
બીએસએફ ગુજરાતના આઇજી રવી ગાંધી, કેમિકલ એન્જિનિયરીંગ ગ્રુપ, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ના ડાયરેકટર ડો. કેટી શેનોય દ્વારા નિર્મિત ડીશેલિશેન પ્લાન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ વેળાએ BARC, BSF અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. BARC દ્વારા બાંધવામાં આવેલા ડિસેલિનેશન પ્લાન્ટ ફોરવર્ડ તૈનાત સૈનિકો અને સરહદની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડશે.
દરમિયાન આ કાર્યક્રમમાં BSFના આઇજીએ ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ વિસ્તારની અનોખી ભૌગોલિક સ્થિતિ પડકારો રજૂ કરે છે, જેના કારણે આગળની પોસ્ટને પીવાના પાણીની સપ્લાયમાં વધુ ખર્ચ અને વધુ સમયનો વપરાશ થાય છે. આ સુવિધાના સ્થાપનથી દૂરના સ્ત્રોતોમાંથી પાણીના ટેન્કરની જરૂરિયાત તો દૂર થશેજ પરંતુ સમય અને નાણાંની પણ બચત થશે. ઉલ્લેખનિય છે કે લખપત તાલુકામાં આવેલી વિવિધ અટ્ટપટ્ટી ક્રિકમાંથી પસાર થાઉં લોકો માટે અતિ કઠીન રહે છે, જ્યાં ફરજ બજાવવા જતા સૈનિકો માટે નવનિર્મિત પાણીનો પ્લાન્ટ અતિ ઉપીયોગી થશે.