- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- A Wagon Of A Goods Train Broke Down Near Mehmedabad In Nadiad, Some Trains Coming To Ahmedabad Were Stopped Near Vadodara.
નડિયાદએક કલાક પેહલા
- કૉપી લિંક
ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીક આજે એક માલગાડીનું વેગન ખડી પડતા અમદાવાદ-વડોદરા વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. અમદાવાદથી વડોદરા તરફ જતી લાઈન ચાલુ છે. જ્યારે વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનોને હાલ રોકી દેવામાં આવી છે. રેલવે વિભાગે ગુડઝ ટ્રેનને ફરી પાટા પર લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહેમદાવાદ રેલવે સ્ટેશનની ઉતર દિશા બાજુ ગરનાળા પાસેથી આજે સમી સાંજે પસાર થતી એક ગુડ્સ ટ્રેનનુ એકાએક એક વ્હિલ પાટા પરથી ઉતરી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. પણ વડોદરાથી અમદાવાદ જવાનો રેલવેનો વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વડોદરાથી આવતી ટ્રેનો જ્યાં હોય ત્યાં ટ્રેક પર જ સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે નોકરીયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અપ લાઈન ચાલુ રહી છે. જ્યારે ડાઉન લાઈન બંધ થતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.
કર્ણાવતી ટ્રેન સહિત મુખ્ય ટ્રેનો વડોદરા આસપાસ અટકી ગઈ હતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેલવે ટ્રેક પર ખડી પડેલી ટ્રેનને ફરી પાટા પર લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ આ ટ્રાફિક ક્લિયર કરી દેવાશે. મહેમદાવાદથી અમદાવાદ જતા વાત્રક નદીના બ્રિજ નજીક મહિનામાં ફરીવાર આવી દુર્ઘટના બની છે. રેલવેના કર્મચારીઓ દ્વારા હાલ મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.