A video of 3 students drinking illegal liquor in the boys hostel went viral, now the committee will decide the fate of the students? | બોય્સ હોસ્ટેલમાં 3 વિદ્યાર્થી બિનધાસ્ત દારૂ પીને જલસો કરતા હોય એવો વીડિયો વાઇરલ, હવે કમિટી વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરશે

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Video Of 3 Students Drinking Illegal Liquor In The Boys Hostel Went Viral, Now The Committee Will Decide The Fate Of The Students?

વડોદરા24 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વડોદરાની MS યુનિવર્સિટીને ફરી એકવાર કલંક લાગ્યું છે અને યુનિવર્સિટીનું તંત્ર દોડતુ થઇ ગયું છે. શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલના MM મહેતા હોલમાં દારૂની પાર્ટી કરતા 3 વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ થયો છે. જોકે, શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ અને દારૂની બોટલો પકડાવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે, ત્યારે આજે ફરી એકવાર દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલના રૂમ નં-34 દરવાજો ખોલે છે અને તેમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા દેખાય છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો ચહેરો છુપાવતા દેખાય છે અને કેટલાક વિદ્યાર્થીઓ બિનધાસ્ત દારૂની પાર્ટી કરતા દેખાય છે. હવે આ સમગ્ર મામલો કમિટી સમક્ષ જશે અને કમિટી વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરશે..

યુનિવર્સિટીના સત્તાધીશો દોડતા થયા
સંસ્કારીનગરીની બોય્સ હોસ્ટેલમાં દારૂની મહેફિલની ઘટના સામે આવતા યુનિવર્સિટી સત્તાધિશો દોડતા થઈ ગયા છે. જોકે, દારૂની મહેફિલ માણતા 3 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ MM મહેતા હોલના ઇન્ચાર્જ વોર્ડન રાજનારાયણ શર્મા હોસ્ટેલમાં દોડી ગયા હતા અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અત્યારે વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા અને વિદ્યાર્થીઓ આવ્યા પછી તેમની પૂછપરછ કરવામાં આવશે.

કમિટી એક્શન લેશે
MM મહેતા હોલના ઇન્ચાર્જ વોર્ડન રાજનારાયણ શર્માએ gnews24x7 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે MM મહેતા હોલના રૂ નં-34માં વિદ્યાર્થીઓ પાર્ટી કરતા હોવાની માહિતી મળતા હું દોડી ગયો અને આ મામલે તપાસ શરૂ કરી હતી. સમગ્ર ઘટનાનો રિપોર્ટ યુનિવર્સિટીની કમિટી સમક્ષ મૂકવામાં આવશે અને કમિટી વિદ્યાર્થીઓ સામે શું એક્શન લેવા તે નક્કી કરશે. તેમજ બોય્સ હોસ્ટેલમાં દારૂની મહેફિલ અંગે હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. જો કે, યુનિવર્સિટી તંત્ર દ્વારા દારૂની મહેફિલને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ પણ દારૂની મહેફિલ પકડાઈ હતી
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલમાં દારૂની મહેફિલ પકડાઈ હોવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ દારૂની મહેફિલોની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગત વર્ષે એમ.એમ.હોલમાં દારૂ-ચિકનની પાર્ટી કરતા 12 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી કાયમ માટે હકાલપટ્ટી કરાઇ હતી, ત્યારે હાલ તો આ વીડિયો, દારુ અને વિદ્યાર્થીઓનું ભાવિ પર કમિટી શું નિર્ણય અથવા પગલા લેશે તે જોવું રહ્યું.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *