સુરેન્દ્રનગર38 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠે આવેલા ધ્રાંગધ્રાના કુડા પ્રાથમિક આરોગ્ય કેંદ્ર દ્વારા ગ્રામપંચાયતમા મિશન ઈન્દ્રધનુશ કાર્યક્રમની ઊજવણી દરેક છુટી ગયેલી રસી 0થી 5 વર્ષના બાળકોને આપી ઉજવણી કરવામાં આવી હતી. જેમા રાજ્ય કક્ષાના ઈમ્યુનાઈઝેશન ઓફિસર ડો કમલેશ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લાના આરસીએચઓ, ડો પી.કે.શ્રીવાસ્તવ, ધ્રાંગધ્રા તાલુકા આરોગ્ય અધિકારી ડો.હિરામન રામ, સુરેન્દ્રનગર જીલ્લાના ડીપીસી દેવાંગભાઈ રાવલ, સેવા સંસ્થાના કાંદિલીબહેન હાજર રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં કુડા પ્રાથમિક આરોગ્ય કેંન્દ્રના મેડિકલ ઓફિસર ડો.નઈમ શેખ તેમજ કુડા પ્રાથમિક આરોગ્ય કેંન્દ્રના સુપરવાઈઝર કેતનભાઈ મોડિયા અને મોઘરિયાબહેન, કુડાના સરપંચ દિગ્વિજયસિંહ ઝાલા, અડગ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચકુજી ઠાકોર તેમજ કુડાના સીએચઓ ફોરમકુમાર પરમાર તેમજ આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનો હાજર રહ્યા હતા.
આ દરમ્યાન રાજ્ય કક્ષાના ઈમ્યુનાઈઝેશન ઓફિસર ડો કમલેશ પરમાર અને સુરેન્દ્રનગર જિલ્લાના આરસીએચઓ ડો પી.કે.શ્રીવાસ્તવ ઘ્વારા ગામજનોને રસી અંગેના ફાયદા જણાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા.