A unique raksha of brother made in Surat | રુદ્રાક્ષ, ભસ્મ, તુલસી, મોરપંખ સહિતની પૂજા સામગ્રીમાંથી તૈયાર કરાઈ આ રાખડી; રક્ષાબંધન પછી પણ પેન્ડલ, બ્રેસલેટ તરીકે તમે રાખી શકશો

Spread the love

સુરત28 મિનિટ પેહલાલેખક: ધ્રુવ સોમપુરા

  • કૉપી લિંક

રક્ષાબંધનનો પર્વ ભાઈ-બહેન માટે અતિ પવિત્ર પર્વ તરીકે ઓળખાય છે. ત્યારે આ પવિત્ર પર્વ પર ભાઈ-બહેનની પવિત્રતા જોડતી સુરતમાં અનોખી રાખડી તૈયાર કરવામાં આવી છે. આ રાખડી ભાઈ-બહેનના પવિત્ર સંબંધની જેમ વર્ષો સુધી ચાલશે. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જે પૂજાની વસ્તુઓ વાપરવામાં આવતી હોય છે, તે તમામ વસ્તુઓથી આ રાખડી તૈયાર કરવામાં આવી છે. જેમાં રુદ્રાક્ષ, ભસ્મ, કુમકુમ, ચંદન, ધાન્ય, મોરપંખ, તુલસી, પુષ્પ, ચોખા, નારીયલની છાલ, સહિત અન્ય વસ્તુઓ સામેલ કરાઈ છે. સૌથી અગત્યની વાત આ છે કે, આ પવિત્ર વસ્તુઓ સાથે 24 કેરેટ ગોલ્ડની વરખને ડિઝાઇન કરવા માટે વાપરવામાં આવી છે. આ રાખડીને તમે રક્ષાબંધન પછી પણ પેન્ડલ, બ્રેસલેટ કે યાદી સ્વરૂપે તમે રાખી શકશો.

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને જોડતી બની અનોખી રાખડી
રક્ષાબંધનના પર્વ પર બહેનો ભાઈ માટે સૌથી અનોખી રાખડી પસંદ કરતી હોય છે. ત્યારે ભાઈ બેનના આ પવિત્ર સંબંધને ખાસ બનાવવા માંગતી બહેનો માટે સુરતમાં અનોખી રાખડી તૈયાર થઈ છે. સુરતની આર્ટિસ્ટ આયુષી દેસાઈએ આ ખાસ કસ્ટમાઇઝ રાખડી તૈયાર કરી છે. આ કસ્ટમાઈઝ રાખડીની ખાસિયત છે કે, રાખડીની અંદર રુદ્રાક્ષ, મોરપંખ, ભસ્મ, ચંદન, ધાન્ય, તુલસી અનેક એવી વસ્તુઓ છે, જે પૂજા સામગ્રીમાં વાપરવામાં આવતી હોય છે.

દેખાવમાં પણ અતિ આકર્ષક
ભાઈની કલાઈ પર બાંધેલી રાખડી આકર્ષક બની રહે તેવા આશય સાથે આ રાખડી તૈયાર કરાઈ છે. આ રાખડી બનાવ્યા બાદ જોવામાં પણ ખૂબ જ સુંદર લાગે છે અને અન્ય રાખડીઓ કરતા એની ખાસિયત પણ કાઈક વિશેષ રહી છે. આ રાખડી રક્ષાબંધન પછી ભાઈ તેને ખાસ પેન્ડલ, બ્રેસલેટ અથવા અમૂલ્ય યાદ તરીકે પણ રાખી શકે છે.

આ રાખડી વર્ષો સુધી ચાલે છેઃ આયુષી દેસાઈ
રાખડીના આર્ટિસ્ટ આયુષી દેસાઈએ જણાવ્યું હતું કે, કસ્ટમાઈઝ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેની પાછળનું કારણ છે કે, બહેન દર વર્ષે પોતાના ભાઈને કંઈક અનોખી રાખડી બાંધવા ઈચ્છે છે. ખાસ કેમિકલની અંદર આ પૂજાની જે તમામ સામગ્રીઓ છે તે ડિઝાઇન મુજબ અને ઓર્ડર મુજબ મૂકવામાં આવે છે. એક રાખડી બનાવવામાં બેથી ત્રણ દિવસ લાગે છે. ઓર્ડર પ્રમાણે જો કોઈને રુદ્રાક્ષ અને ચોખાની અથવા તો અન્ય કહી શકાય તેવા મોર પંખ અથવા તો તુલસીની રાખડી જોઈએ તો તે જ પ્રમાણે અમે રાખડી બનાવી રહ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે, આ રાખડી વર્ષો સુધી ચાલે છે. જેનો ઉપયોગ અન્ય વસ્તુ તરીકે પણ ભાઈ કરી શકે છે, જે યાદગાર રહેશે.

રાખડીમાં ગોલ્ડના વરખનો કરાય છે ઉપયોગ
તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, આ રાખડીની અંદર ગોલ્ડ વરખથી ડિઝાઇન પણ કરવામાં આવી છે. જે તેને આકર્ષક બનાવે છે અને સાઇનિંગ આપે છે. સોનાનું વરખ વાપરવા પાછળ પણ ધાર્મિક મહત્ત્વ જોડાયેલું છે. હિન્દુ ધર્મમાં સોનાને પણ પવિત્ર ગણવામાં આવે છે, ત્યારે ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારમાં તેનું મિશ્રણ થાય તો રાખડી તમામ રીતે વધુ સુંદર લાગવા લાગે છે.

વિદેશથી ઓર્ડર મુજબ મોકલવામાં આવે છે
ભારત દેશના અન્ય રાજ્યો સહિત ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ગુજરાતીઓ રહે છે અથવા તો જ્યાં સ્ટોર છે, ત્યાં હું ઓર્ડર પ્રમાણે તેમને આ રાખડી મોકલું છું. આ રાખડીના વિશેષ ખાસિયત એ છે કે, બહેન ભાઈના લકી નંબર આધારે રાખડીમાં રુદ્રાક્ષ પણ લગાડવાનું કહે તો તે પ્રમાણે લગાડવામાં આવે છે.

પવિત્ર વસ્તુઓ સાથે 24 કેરેટ ગોલ્ડની વરખનો પણ ઉપયોગ.

પવિત્ર વસ્તુઓ સાથે 24 કેરેટ ગોલ્ડની વરખનો પણ ઉપયોગ.

કુરિયરના માધ્યમથી રાખડીઓ મોકલવામાં આવે છે
આયુષીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી હું કસ્ટમાઈઝ રાખડી બનાવું છું. વિદેશમાં આવેલા જનરલ સ્ટોરના સંચાલકો મને ઓર્ડર આપતા હોય છે. આ વખતે આશરે 120 જેટલી રાખડીઓ મોકલવામાં આવી ચૂકી છે અને ટૂંક સમયમાં 80 રાખડીઓ મોકલવામાં આવશે. તેઓ મને જે રીતનો ઓર્ડર આપે છે, તેને હું કુરિયરથી આ રાખડીઓ મોકલું છું. એક રાખડીની કિંમત 70થી 100 રૂપિયા જેટલી હોય છે. જેથી સારી કસ્ટમાઇઝ રાખડી સસ્તા ભાવે વિદેશમાં લોકોને મળી જાય છે. મોટાભાગે આવી રાખડીઓ વિદેશમાં ગુજરાતી સમાજના લોકો વધારે પસંદ કરતા હોય છે.

આયુષી દેસાઈ, રાખડી આર્ટિસ્ટ.

આયુષી દેસાઈ, રાખડી આર્ટિસ્ટ.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *