વેરાવળ28 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ગિર-સોમનાથ જિલ્લાનાં પ્રાથમિક શાળાના શિક્ષકની અનોખી પહેલ
વેરાવળ તાલુકા ના ગુણવંતપુર મુળ અને હાલમાં કેશોદ મા રહેતા અને ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકા ના કાજલી ગામે પ્રાથમિક શાળાના એક સંસ્કૃત શિક્ષકે સંસ્કૃત ભાષાને બચાવવા અને ફેલાવવા સોશિયલ મીડિયા પર અનોખી પહેલ ચાલુ કરી છે.
ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળ તાલુકાનાં કાજલી પ્રાથમિક શાળાના જગદીશભાઈ કાળાભાઈ ડાભી સોશિયલ મીડિયા પર ફેસબુક પર ઓનલાઇન સંસ્કૃતશિક્ષણમ્ ગ્રુપ પર દરરોજ સરળ સંસ્કૃત શિક્ષણ, સંસ્કૃત ક્વિઝ, સમાચાર પત્ર, સમાધાન વગેરે કાર્ય કરે છે. સમગ્ર વિશ્વમાંથી સંસ્કૃત બ્લોગ દ્વારા 40હજારથી વધુ લોકો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 200 થી વધુ સંંસ્કૃત ક્વિઝ કરી ચૂક્યા છે.
આ ક્વિઝ કોમ્પિટીશન ડીઝીટલ પ્લેટફોરણ પર દર રવિવારે રાતના 9 થી 10 વાગ્યા સુધી ઓનલાઇન સંસ્કૃતશિક્ષણમ્ ગ્રુપ પર ચલાવવામાં આવે છે. આ ક્વિઝ અમુક નિયમો પર ચાલે છે. નિયમ અનુસાર સાચો જવાબ આપનારા ત્રણ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે.
આ સ્પર્ધાનો હેતુ માત્ર એટલો જ છે કે લોકો સંસ્કૃત ભાષા અને સંસ્કૃત સાહિત્યથી વાકેફ થાય અને સંસ્કૃતની ગરીમા અંગે જાણકાર બને. તે માટે સંસ્કૃત શિક્ષકે સંસ્કૃત ભાષાને બચાવવા અને ફેલાવવા અનોખી પહેલા ચાલુ કરી છે.
વિદેશના લોકોએ પણ સંસ્કૃતમાં આ શિક્ષણ મેળવવા ઈચ્છા દર્શાવી હતી
આ ઓનલાઇન સંસ્કૃત શિક્ષણમ્ ગ્રુપને ફોલો કરીને નેપાળ, ઈટલી, કેનેડા, કેન્યા, જર્મની, ટોરેન્ટો, દોહા-કતાર, મસ્કત, અમેરિકા, લંડનના લોકો પણ પોતાની સંસ્કૃત શિખવા અંગેની જીજ્ઞાસા જગદીશભાઈને સોશિયલ મીડિયાથી જણાવી રહ્યા છે.
.