પોરબંદર36 મિનિટ પેહલા
- કૉપી લિંક
પોરબંદર જિલ્લાના રાણાવાવ 108 ઈમરજન્સી સેવાના કર્મચારીની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. જેમાં સગર્ભા મહિલાને રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સમાં ડિલેવરી કરાવી હતી. 108 ઈમરજન્સી સેવા કોઈપણ વ્યક્તિ ને કોઈપણ સમયે કોઈ પણ જગ્યા પર વિના મૂલ્ય ગણતરીની મિનિટોમાં જ પહોંચી આરોગ્ય લગતી આકસ્મિક એવા પૂરી પાડવા કટિબદ્ધ હોય છે. પોરબંદર જિલ્લાના રાણા કડોરણા ગામે એક મહિલાને પ્રસ્તુતિની પીડા ઉપડતા 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રાણાવાવ 108 ગણતરીની મિનિટમાં જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી દર્દીને તપાસ કરી તૉ જાણવા મળયુ કે સગભૉ ને પ્રસુતિ નો દુખાવો વધારે હોવાથી અને હોસ્પીટલ સુધી પહોંચી શકાય તેમ નાં હોવાથી પ્રસૂતાને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ ઊભી થઇ હતી ત્યાર બાદ સગર્ભા ને 108 એમ્બ્યુલન્સમાં લેવામાં આવેલ હતા અને રસ્તામાં જ એમ્બ્યુલન્સ ની અંદર જ નોર્મલ ડિલિવરી કરાવી હતી,આ મહિલાની ડિલેવરી બાદ મહિલા અને નવજાત બાળકને પોરબંદરની લેડી હોસ્પિટલમાં ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
.