ભાવનગર41 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજરોજ મોતીબાગ ટાઉન હોલ ખાતેથી ભાવનગર શહેર ભાજપ દ્વારા મૌન મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી ભાજપના આગેવાન-મહાનુભાવો ઉપસ્થિત રહી રેલી પ્રસ્થાન કરાવ્યું હતું.
આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક નામી-અનામી લોકોનું યોગદાન રહેલું છે, આજે સરહદ પર અનેક જવાનો માં-ભોમની રક્ષા કાજે ખડેપગે તૈયાર છે. તેમને વંદન કરવાનો આ અવસર છે, 14 ઓગસ્ટ 1947ની મધરાતે ભારત દેશના ત્રણ ભાગલા (ભારત, પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન) પડ્યા તે કેવી રીતે ભૂલી શકાય. જો કે તે પહેલાં સમયાંતરે બર્મા, નેપાળ, ભૂતાન, કંદહાર વિગેરે પણ અખંડ ભારતના જ ભાગ હતા.
ભાવનગર શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન દાણીધારીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ચૂંટાયેલા નગરસેવકો, શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, વરિષ્ઠ અગેવાનો, કાર્યકર્તાઓ, મહાનગરપાલિકાના પદાધીકારીઓ, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, તમામ વોર્ડના પ્રમુખ- મહામંત્રીઓ, આગેવાનો-કાર્યકરોઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.